મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર/અમદાવાદઃ કોરોના કાળમાં ગુજરાતમાં માસ્ક ફરજિયાત થયું ત્યારથી અબજો રૂપિયા દંડ પેટે લોકોએ ભર્યા છે. જોકે હાલ એક ચોંકાવનારી બાબત સામે આવી છે, જે વાંચીને આપને છેતરાયાનો અનુભવ થશે. કોરોના સામે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એક મહત્વની બાબત છે. જે નિયમો લોકોએ પોતાના અને અન્યોના હિતને ધ્યાને રાખી અમલમાં મુકવા જ જોઈએ પરંતુ છત્તા અમલીકરણમાં ક્યાંકને ક્યાંક આપણે મારેલા લોચાઓને કારણે દંડનો વિકલ્પ ઊભો થયો અને જેને કારણે સરકારની તીજોરી ભરાઈ પણ તમારા ખિસ્સા ખાલી તમે જાતે જ કર્યા છે. પરંતુ હવે બાબત એવી સામે આવી છે કે પ્રજા માટે માસ્કનો દંડ રૂપિયા 1000 કરાયો છે જ્યારે વિધાનસભામાં ધારાસભ્યો, મંત્રીઓ અને સરકારી અધિકારીઓને માટે આ દંડ રૂપિયા 500નો રાખવામાં આવ્યો છે. જોકે તેની પાછળ લોજીક શું છે તેની કોઈ જાણકારી સરકારે આપી નથી પરંતુ લોકો એવું ધારીને હાસ્ય ઉડાવે છે કે કદાચ એમનો કોરોના ઓછી ઈન્ટેન્સિટી વાળો હશે અથવા વિધાનસભા ગુજરાતની બહાર લઈ ગયા લાગે છે.


 

 

 

 

 

અમદાવાદમાં કરફ્યૂ હવેથી રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે

અમદાવાદ શહેરમાં હવેથી શનિવાર અને રવિવારે સીનેમાઘરો, મોલ, મલ્ટીપ્લેક્ષ સમગ્ર દિવસ દરમિયાન બંધ રહેશે જ્યારે અમદાવાદ રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂનું પાલન કરશે. આ નિર્ણની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આમ તો અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં રાત્રે 10 વાગ્યાથી કરફ્યૂ શરૂ થવાનો નિર્ણય કરાયો હતો પરંતુ હવે આ નિર્ણયમાં અમદાવાદ માટે અલગ કરફ્યૂનો નિયમ 1 કલાક વધારી દેવાયો છે. જીમ, ગેમીંગ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ, બાગ-બગીચા, એએમટીએસ, બીઆરટીએસ બસ પણ ગુરુવારથી આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. રાત્રે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, ગલ્લા, મોલ, ચાની રેકડીઓ, વગેરે 8 વિસ્તારમાં બંધ રહેશે. જે અંગે કોર્પોરેશને નિર્ણ કર્યો કે જોધપુર, જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરાં બંધ રહેશે તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

નેતાઓને દંડમાં રાહત

હાલમાં જ ચૂંટણીઓ, દાંડી યાર્તા, ક્રિકેટ વગેરેમાં જોરદાર ભીડ ભેગી થઈ ત્યાં તંત્રનું ધ્યાન કોરોના પર પડ્યું નહીં પણ હવે કોરોના તંત્રના ધ્યાને ચઢી ગયો છે, એટલે તમારે ખાસ સાવધ રહેવું જરૂરી છે. ચૂંટણીમાં જંગી મતો મળ્યા હવે તે સત્તા પર આવ્યા, અચાનક કોરોના પણ વધ્યો, બધું જ થયું પરંતુ હવે સત્તાનો નશો તો જુઓ, કાર્યક્રમોમાં ભીડ ભેગી કરી નાખનારાઓ પૈકી કેટલા દંડાયા અને કેવી કાર્યવાહીઓ થઈ (જમાતીઓ અને એકલ દોકલને બાદ કરતાં)? પણ લોકો કેટલા દંડાયા તેના આંકડા અહીં દર્શાવીએ છીએ. મહાનગરોની જ વાત અહીં કરીએ તો અમદાવાદમાં 5,04,828 લોકો દંડાયા, વડોદરામાં 1,37,978,  સુરતમાં 2,37,116, રાજકોટમાં 80,306 લોકો પાસેથી દંડ વસુલાયો છે. 33 જિલ્લાઓમાં કુલ 23,31,068 લોકો દંડાયા જેમની પાસેથી રૂપિયા 11,41,12,79,780 ની રકમ સરકારને મળી છે. 114 કરોડ રૂપિયા દંડ લેવાયો છે. આ દંડની રકમ સૌથી પહેલા 100 રૂપિયાથી શરૂ થઈ હતી. તે પછી સતત તેમાં વધારો થયો અને આજે 1000 રૂપિયા દંડ થાય છે. બીજી બાજુ કોરોનાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. કોરોનાના 24 કલાકમાં 954 દર્દીઓ નોંધાયા છે. 2ના મોત થયા, સૌથી વધુ સુરત અને તે પછી અમદાવાદમાં કેસ મળ્યા છે જે પછી વડોદરા અને રાજકોટમાં નોંધાયા છે. જોકે આવા સમયે પણ ગુજરાત વિધાનસભામાં સત્ર દરમિયાન માસ્ક વગર ફરતા અધિકારીઓ, કર્મચારીઓ, ધારાસભ્યો અને મંત્રીઓને 500 રૂપિયા દંડ કરવાનો નિર્ણય કરાયો છે. જેને પગલે અંધેરી નગરી જેવો ઘાટ ઘડાયો છે. લોકો માટે 1000 અને જેઓ લોકોના માટે એક ઉદાહરણ છે, લોક પ્રતિનિધિ છે તેમના માટે દંડમાં રાહત કેમ?