મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર: સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના વિલીનીકરણ કરાયા અગાઉ ગુજરાતમાં અનેક રાજા રજવાડાઓ રાજ કરતા હતા . અને તેઓ હરવા ફરવા માટે અનો કાર રાખવાનો શોખ ધરાવતા હતા જોકે આવી કારો સામાન્ય પ્રજા પાસે ન હતી . દરમ્યાન ૧૯૩૩ થી ૧૯૦૪ દરમ્યાન વપરાયેલી ૧૩ વિન્ટેજ કારોનો કાફ સોમવારે હિંમતનગરના દોલતવિલાસમાં આવી પહોચતા શહેરીજનો કુતુહલ પૂર્વક જોવા માટે દોડી ગયા હતા આ વિન્ટેજ કારરેલી સાત દિવસમાં ગુજરાતમાં ૧૪ કિમીનો પ્રવાસ ખેડીને અમદાવાદ પહોચશે .

આ અંગે દોલતવિલાસ પેલેસના આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારના રોજ અમદાવાદથી રાજ્યપાલ ર્ડો. આચાર્ય દેવવ્રતે પ્રસ્થાન કરાવ્યું હતું . જેના ભાગરૂપે સોમવારે ૧૩ વિન્ટેજ કારનો કાફલો હિંમતનગરના માર્ગો પર થઈને મહાવીરનગર સ્થિત દોલતવિલાસ પેલેસમાં પહોચી હતી . ૧૯૩૪ થી ૧૯૦૪ સુધી રાજા મહારાજાઓએ ઉપયોગમાં લીધેલી અલગ તથા વિશિષ્ટ મોડલ ધરાવતી આ કારરેલીને જોવા માટે શહેરીજનો દોલતવિલ પેલેસની ફરતે પહોચી ગયા હતા .

ઉલ્લેખનીય છે કે આ કારરેલીનું આયોજન ધ ફેડરેશન ઓફ હિસ્ટોરીકલ વ્હીકલ ઓફ ઈન્ડીયાના પ્રમુખ ડો . રવિપ્રકાશ અને ગુજરાતના ફેડરેશનના સુભોયનાથ અને સભ્યો મળી કારરેલીમાં ૧૩ વિન્ટેજ કારનો સમાવેશ કરાયો હતો . કારરેલી હિંમતનગરના દોલતવિલાસ પેલેસમાં પહોચ્યા બાદ મહાર નરેન્દ્રસિંહજી અને તેમના પુત્ર કરણીસિંહજીની હાજરીમાં દરબાર હોલમાં રખાયેલ હિંમતનગરના રાજાની વિન્ટેજ કારોને નિહાળવામાં આવી હતી . દોલતવિલ પેલેસમાં અત્યારે ૫ વિન્ટેજ કારની ખુબજ સાચવણી કરાઈ રહી છે . આ વિન્ટેજ કારરેલી સાત દિવસમાં ગુજરાતના હિંમતનગર , રાજસ્થાનના માઉન્ટ આબુ , દશારા ઘોરડો , રણોત્સવ , માંડવી , રાજકોટ , ગોંડલ થઈને અમદાવ પહોચશે . બોક્સ બેગ્લોરની દસ અને ગુજરાતની ત્રણ કાર જોડાઈ અમદાવાદથી રાજ્યપાલે રવિવારે પ્રસ્થાન કરાવેલી વિન્ટેજ કારરેલીમાં બેગ્લોરની દસ અને ગુજરાતની ત્રણ જુના જમાનાની તથા આરામદાયક સહિત અલગ પ્રકારની કારનો સમાવેશ કરવામાં આવ્યો છે .