મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: ખંભીસર પહોંચેલા જીગ્નેશ મેવાણીએ દલિતોના વરઘોડા પર થતા હુમલા અંગે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરેલી પ્રેસ કોન્ફરન્સ અંગે ટીકા કરી થાનગઢ નો રિપોર્ટ દબાવીને બેઠા છે, ઉનાના અને ભાનુ ભાઈના પરિવારજનોને ન્યાય નથી મળ્યો,જમીનોના કબ્જા ફક્ત કાગળ પર, ઉભરાતી ગટરોમાં ઉતારી દલિતોને મારવાનું ચાલુ ગ્રામ્ય વિસ્તારોમાં આભડછેટ ચાલુ કઈ રીતે પ્રદીપસિંહ કહે છે કે દલિતોની સાથે છું. મજાક કરો છો આજેપણ આ પીડિત પરિવાર ભયના ઓથાર હેઠળ અને એફઆઈઆર પણ લેવાતી નથી. આ પ્રદીપસિંહની કોન્ફરન્સ ખાલી હોવાનું અને દલિતોને કોઈ લાભ થતો ન હોવાનું જણાવ્યું હતું.

બુધવારે બપોરે ખંભીસર પીડિત પરિવારની મુલાકાતે પહોંચેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગામના કોઈપણ લોકો સાથે પૂર્વગ્રહ ન હોવાનું જણાવી આજે પણ દોસ્તીનો હાથ લંબાવવા તૈયાર હોય તો અમે સાથે બેસવા તૈયાર બેસવા તૈયાર હોવાનું જણાવ્યું હતું અને કોઈપણ પ્રકારનું વૈમનષ્ય થાય એવું કશું ઉભું કરવા માંગતા નથી દલિતો પર થતા અત્યાચાર અંગે પત્રકારોએ જીગ્નેશ મેવાણીને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના મૌન અંગે પુછાતા તેમને આ અંગે મીડિયાએ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ને પૂછવું જોઈએ કહી ચુપકીદી સાધી લીધી હતી.

આઝાદીના ૭૨ વર્ષ પછી અનુ.જાતિ સમાજના યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડના વરઘોડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં ગામની મહિલાઓએ જાહેરમાર્ગ પર ભજન-કીર્તન કરી વરઘોડો અટકાવ્યા પછી પોલીસતંત્રની નિષ્ફળતાના પગલે બંને સમાજના લોકો આમને-સામને આવી જતા ઘર્ષણ થતા વરઘોડો અધૂરો રહ્યો હતો ત્યારબાદ ગામમાં તંગદિલી ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વડગામના ધારાસભ્ય અને દલિત અધિકાર મંચના જીગ્નેશ મેવાણી બુધવારે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને પોલીસતંત્રની નિષ્ફળતા થી ઘર્ષણની સ્થિતિ પેદા થઈ હોવાનું જણાવી મહિલા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવાની માંગ કરી હતી અને અરવલ્લી અને મોડાસા પોલીસ દલિત વિરોધી માનસિકતા સાથે વર્તી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ૧૪ એપ્રિલ નો ડૉ..બાબા સાહેબ આંબેડકરની ભવ્યાતિ ભવ્ય ઉજવણીમાં આ ગામના કેટલાક જાતિવાદી પેટમાં તેલ રેડાયું અને એ બાબતનો પૂર્વગ્રહ રાખી યુવકનો વરઘોડો કાઢવા દીધો ન હોય એવું લાગી રહ્યું છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દલિત વિરોધી તરીકે વર્તી રહી છે સમગ્ર દેશના દલિતો વરઘોડા અત્યાચાર મામલે ગુન્હો દાખલ થાય છે કે કેમ..? રેન્જ આઈજી, એસપી અને પોલીસ અધિકારીઓનું ગામના લોકો પર દબાણ કરી ફાલ્ગુની પટેલનું નામ ના આવે એજ શરતે ગુન્હો દાખલ કરીએ એટલે આ કેશની અંદર ઉચ્ચસ્તરીય કમિટીની રચના ના થાયતો અહીંના પોલીસતંત્ર આ કેશમાં પ્રોપર એફઆઈઆર કરે ચાર્જશીટ કરે ટ્રાયલ ચલાવે અને ન્યાય આપે એવું માનવાનું શક્ય નથી આવું મને વરરાજા અને ગામના લોકોને મળ્યા પછી લાગે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ આદેશ કરી પોલીસતંત્ર સામે આદેશ કરી જવાબદાર અધિકારી સામે પગલાં ભરવામાં આવે અને વરઘોડાના અત્યાચારનો ભોગ બનનાર યુવક સાથે રાજ્યના બધા દલિતો અને વિવિધ સંગઠનો સાથે હોવાની સાથે ફાલ્ગુની પટેલની બદલી કરી ખાતાકીય તપાસની માંગ માટે રેન્જ આઈજી રજુઆત કરવામાં આવશે અને ફાલ્ગુની પટેલ સામે ફરિયાદ નોંધવામાં નહિ આવેતો છેક સુધી લડી લેવાની તૈયારી હોવાનું અને સ્વાભિમાનના ભોગે સમાધાન તો ક્યારેય કરવામાં નહિ આવે તથા  હથિયાર હેઠા મુકતા આમને ફાવતું ન હોવાનું જણાવ્યું હતું.

જીગ્નેશ મેવાણીની મુલાકાત સમયે કઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોડાસા હજીરા વિસ્તાર થી લઈ ખંભીસર ગામમાં એસઆરપીની ટુકડી તૈનાત કરી પોલીસ છાવણીમાં સમગ્ર વિસ્તાર ફેરવી નાખ્યો હતો મોટી સંખ્યામાં ભીમ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.