મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સરકારમાં મંત્રી કોન બનેગા ને લઈને છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં કકળાટ ચાલ્યો છે. જોકે આ દરમિયાનમાં સૌથી વધુ નારાજ ચાલી રહેલા નીતિન પટેલ હવે નેતાઓને મળી રહ્યા નથી અને ઘરમાં બેસી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર મંત્રી પદ માટે ફોન આવતા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. ઉપરાંત પંકજ દેસાઈને મુખ્ય દંડક તરીકે ફરજ સોંપાઈ હોવાની પણ જાણકારી મળી રહી છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે શપથવિધિ પહેલા કેટલાક ધારાસભ્યોને મંત્રી પદ અપાશે તેવા ફોન આવ્યા છે. તેમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ગણદેવીના નરેશ પટેલ, પારડીના કનુ દેસાઈ, લીંબડીના કિરિટ રાણા, મોરબીના બ્રિજેશ મેરજા, વડોદરાના મનિષા વકિલ, અરવિંદ રૈયાણી, જામનગરના રાઘવજી પટેલ, મહુવાના આરસી મકવાણા, ભાવનગરના જીતુ વાઘાણી, પ્રાંતિજના ગજેન્દ્રસિંહ પરમાર, ધારીના જે વી કાકડિયા, નિકોલના જગ્દીશ પંચાલ, કપરાડાના જીતુ ચૌધરી, ઓલપાડના મુકેશ પટેલ, કાંકરેજના કિર્તિસિંહ, રાવપુરાના રાજેન્દ્ર ત્રિવેદી, ભરુચના દુષ્યંત પટેલ, કેશોદના દેવા માલમ, અસારવાના પ્રદીપ પરમાર, મોરવા હડફના નિમિશા સુથાર, મહેમદાવાદના અર્જુનસિંહ ચૌહાણ, સંતરામપુરના કુબેર ડિંડોરનો સમાવેશ થાય છે.