જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): ગુજરાતમાં નવા મુખ્ય મંત્રી અને મંત્રીમંડળઓએ તાજેતરમાં પોતાનો પદભાર સાંભળ્યો છે. ત્યારે હવે મંત્રીઓએ પ્રજાલક્ષી કામની શરૂવાત કરી છે. કેબિનેટ મંત્રી દ્વારા આજ સુધી શરૂ ન થયું હોય તેવા અભિયાનની શરૂવાત કરી છે. પહેલીવાર રોડના સમારકામ માટે અનોખું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં  વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે ત્યારે પ્રજાને રાજી કરવા માટેના પ્રયત્ન શરૂકરી દેવામાં આવ્યા છે. માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ માર્ગ મરામત મહાઅભિયાન જાહેરાત કરી છે. આ અભિયાન અનુસાર માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપથી ફોટા મોકલી શકાશે. 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે. જેમાં  તમને ક્યાય ખાડા જોવા મળે તો વિગત સાથે ફોટા વોટ્સએપ કરી શકશો. જેના સમારકામ કરવામાં આવશે. આ માટેની વિગતો 99784 03669 વોટ્સએપ નંબર પર ફોટો-વિગત મોકલી શકાશે. તસ્વીર સાથે નામ, મોબાઈલ નંબર, મરામત વાળી જગ્યાનું સરનામું, ગામનું નામ, તાલુકો, જિલ્લાનું નામ અને પીનકોડ સહીતની તમામ માહિતી મોકલવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અનેક રસ્તાની હાલત બિસ્માર થઈ જતી હોય છે. જેની પર તંત્રની નજર પડતી હોતી નથી. તો બીજી બાજુ અમુક જગ્યાએ રોડની એવી હાલત થઈ જાય છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખોડો છે તે જાણવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે.