મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: હજી થોડા મહિના પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં ગયેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ  વાઘેલાએ ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે અને તેમણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ છોડી રહેલા મહેન્દ્રસિંહવાઘેલા એનસીપી સાથે  જોડાઈ શકે છે.

તોડજોડની રાજનીતિમાં માહેર ગણાતા શંકરસિંહ વાઘેલા પોતાના અંગત સ્વાર્થ માટે સૌ પ્રથમ ભાજપનો સાથ છોડી રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી ત્યારબાદ કોંગ્રેસમાં વિલિનીકરણ કર્યું હતું. કોંગ્રેસમાં રહેલા શંકરસિંહ વાઘેલાને અચાનક અન્યાયનું ભાન થતા તેમણે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો સાથ છોડી અલગ મોરચો ખોલ્યો હતો. પરંતુ તેમાં ધારી સફળતા નહીં મળે એવો ખ્યાલ આવી જતા પોતાના પુત્ર અને વફાદારોને ભાજપમાં મોકલી આપ્યા હતા.

 2019 ની લોકસભા ચૂંટણીમાં ત્રીજો મોરચો આકાર લઈ રહ્યો છે જેના  સૂત્રધાર શંકરસિંહ વાઘેલા છે. રાજકીય લાભ લેવા માટે શંકરસિંહ વાઘેલા પોતાના પુત્ર મહેન્દ્ર સિંહ જે હજી થોડા મહિના પહેલા ભાજપમાં સામેલ થયા હતા તેમનું રાજીનામું અપાવી એમને એનસીપીમાં સામેલ કરવાનો નિર્ણય કરે  તેવી શક્યતા છે.