પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હમણાં ગુજરાતમાં એક આધેડ નેતાનો સેકસ વિડીયો વાયરલ થયો છે, સોશીયલ મિડીયાનો ઉપયોગ કરનાર તમામના મોબાઈલમાં આ વિડીયો આવી ગર્યો છે અથવા તેને ફોરવર્ડ કર્યો છે, આ વિડીયો જોવાની અને તેને વાયરલ કરવાની આપણને એક છુપો આનંદ મળે આવુ કેમ થાય છે તે અંગે આપણે કયારેય વિચારતા નથી. ગુજરાત અને દેશમાં આ પ્રકારના વિડીયો તૈયાર થયા અને વાયરલ થયા છે આ કઈ પહેલી ઘટના નથી દરેક વિડીયો આવે ત્યારે થોડા દિવસ તેની જ ચર્ચા હોય છે, અહિયા વાત નૈતિકતા અને અનૈતિકતા જરા પણ નથી કારણ આપણને બધાને આ પ્રકારના દંભમાં જીવવાની મઝા પડે છે એટલે જેનો દંભ પકડાઈ જાય ત્યારે આપણને આનંદ મળે છે.

સૌથી પહેલા આપણે વાત કરીશુ આ પ્રકારના વિડીયો વાયરલ થાય ત્યારે ફલાણા નેતા-અધિકારી કઢંગી હાલતમાં મળી આવ્યા તેવુ બોલીએ છીએ અને લખીએ છીએ, ખરેખર એક સ્ત્રી અને પુરૂષ રૂમમાં એકલા હોય અને જે ક્રિયા થાય તેમાં કઢંગીપણુ કયાં આવ્યુ તે જ સમજાતુ નથી, એટલે વિડીયોમાં દેખાતા પુરૂષની જગ્યાએ આપણે પોતે હોઈએ તો તે કઢંગી સ્થિતિ નથી પણ જો બીજા તેવુ કરે તો આપણે તેને કઢંગી કહીએ છીએ, આપણા પહેલો જ આપણો માપદંડ ખોટો છે, બીજી બાબત જે બાબત આપણને આપણા બાળક અને પત્નીની ગેરહાજરીમાં જોવી ગમે છે, તેનો અર્થ આપણને તેને ખરાબ માનતા નથી કારણ આપણને એકલામાં તેવા વિડીયો જોવાની મઝા આવે છે, પણ આ વિડીયોની જાહેર ચર્ચા થાય તો આપણે આખી ઘટનાને આપણને વખોડી કાઢીએ છીએ.

Advertisement


 

 

 

 

 

દરેક પુરૂષ અને સ્ત્રી પ્રમાણિકપણે પુછે કે જે વિડીયોને આપણે ખરાબ અને અપ્રમાણિક માનીએ છીએ તેવી જ સ્થિતિ આપણી સામે આવી ઉભી રહે , જેમાં આપણને કોઈ ગમતી વ્યકિત મળે, મોકળાશ મળે અને પકડાઈ જવાનો ડર હોય નહીં તેવા સંજોગોમાં આપણે કેટલા આપણી ઉપર નિયંત્રણ રાખી શકી તે એક મોટો પ્રશ્ન છે, તેનો અર્થ એવો પણ નથી જે લોકો આ સ્થિતિમાંથી પસાર થયા નથી તેઓ તમામ પ્રમાણિક છે અને જેઓ આ સ્થિતિમાં સપડાઈ ગયા તેઓ અપ્રમાણિક છે કારણ પ્રમાણિકતા-અપ્રમાણિકતા શ્વાસ લેવા જેટલી વ્યકિતગત બાબત છે હું અહિયા સંબંધના સંદર્ભમાં પ્રમાણિકતાની વાત કરૂ છુ. મોટા ભાગના કિસ્સામાં પકડાઈ જવાનો ડર પણ માણસને પ્રમાણિક રહેવાની ફરજ પાડે છે.

ખાસ વાત આપણે જીવના ઉચ્ચતમ ધોરણો અને સંબંધોની પ્રમાણિકતાની અપેક્ષા બીજા પાસે જ રાખીએ છીએ , ખાસ કરી જેઓ જાહેરજીવનમાં છે અથવા સરકારી અમલદાર છે તેમને આપણે એક ચોકઠામાં ઉભા રાખી. તમારે આવુ જ જીવવાનું અને તમારાથી આવુ થાય જ નહીં તેવો વણલિખીત આદેશ બહાર પાડી દઈએ છીએ પણ આપણે ભુલી જઈએ છીએ કે તેઓ જન્મજાત નેતા અને અધિકારી ન્હોતા, થોડા વર્ષો પહેલા તેઓ પણ આપણી જેમ આપણી સાથે સામાન્ય જીંદગી જીવતા હતા, પણ હવે તેઓ નેતા અને અધિકારી થયા એટલે આપણે તેમને અસામાન્ય માની, તેમના માટે અસામાન્ય નિયમો ઘડી તેમને તેમા જ જીવવાનું ફરમાન કરીએ છીએ જે નેતાનો વિડીયો હમણાં વાયરલ થયો માની લઈ કે આ નેતા કયારેય રાજકારણમાં આવ્યા જ ના હોત અને આપણી જેમ સામાન્ય જીવન જીવતા હોત અને તેઓ કોઈ યુવતી સાથે એક રૂમમાં હોત તો કદાચ તેમનો વિડીયો બનતો નહીં અને વાયરલ પણ થતો નહીં.

Advertisement


 

 

 

 

 

આપણે ત્યાં લાખો સ્ત્રી પુરૂષો પોતાને પ્રેમ કરનાર વ્યકિતથી ખાનગી રાખી આ પ્રકારના સંબંધ સ્થાપિત કરે છે પણે તેવી ઘટનાઓ કયારેય સમાચાર બનતી નથી, અહિયા આ પ્રકારના સંબંધોને ન્યાયી ઠરાવવાનો પ્રશ્ન નથી, પરંતુ આપણને દંભમાં જીવવુ ગમે છે તેવી વાત છે આપણે દંભમાં જીવીએ છીએ તેનો અનેક લોકો ફાયદો પણ ઉઠાવે છે, આપણે આપણી મર્યાદાઓનો સ્વીકાર કરતા નથી, હજી થોડા મહિના પહેલા એક અધિકારીની મુલાકાત એક સ્ત્રી સાથે થઈ પહેલા વોટસ અપ ઉપર સંવાદ થયા અને પછી મુલાકાત થઈ અને મુલાકાતના બીજા દિવસે અધિકારી પાસે વીસ લાખની માગણી થઈ, આ અધિકારી મારી પાસે આવ્યા બે કહ્યુ પૈસા આપતા નહીં, પહેલા તમારી પાસે તમારા પરિવારને આ બાબતની જાણ કરવાની હિમંત હોવી જોઈએ કારણ કોઈ માણસ જે કઈ જીવે છે તેને પ્રશ્ન પુછવાનો અધિકાર માત્ર તેના પરિવારને છે.

અહિયા બે બાબત છે પહેલા જો અધિકારીને પોતાનો વિડીયો મળ્યો ના હોત અધિકારીને પોતાની ભુલ થઈ તેવુ ના લાગ્યુ હોત, પણ વિડીયો બની ગયો એટલે તેમને પસ્તાવો થઈ રહ્યો હતો કારણ આ વિડીયો તેમના પરિવાર સુધી પણ પહોંચી શકે તેમ હતોત, મારી સલાહ પ્રમાણે તેઓ પોતાના પરિવારને આ ઘટના અંગે અવગત કરી શકે તેમ ન્હોતો, આ દરમિયાન તેમને મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે તમારી સામે દૃષ્કર્મની અરજી આવી છે, અધિકારીના ગાત્રો થીજી ગયા, તેઓ ડરતા ડરતા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાં પેલી જ સ્ત્રી તેમને સામે મળી, પોલીસ અધિકારીએ સલાહ આપી તમે બહાર સમાધાન કરી લો તો અમને વાંધો નથી, આખરે નોટો ભરેલી નોટની બેગ મહિલાએ લીધી અને પોતાની ફરિયાદ પાછી ખેંચી.

Advertisement


 

 

 

 

 

તુષાર પટેલના નામના એક નાગરિકે મહિલા પોલીસ સ્ટેશનમાં દૃષ્કર્મ અંગે આવેલી ફરિયાદ અને નોંધાયેલી ફરિયાદ અંગે આરટીઆઈમાં માંગેલી જાણકારીનો જવાબ રસપ્રદ છે, છેલ્લાં એક વર્ષ પંદર વર્ષમાં મહિલા પોલીસ સ્ટેશનને પંદર દૃષ્કર્મની અરજી મળી હતી. જેમાંથી સાત અરજી દફતરે થઈ કારણ દૃષ્કર્મની અરજી કરનાર મહિલા અને આરોપી વચ્ચે સમાધાન થઈ ગયુ. જો ખરેખર મહિલા સાથે દુષ્કર્મ થયુ છે તો શુ કામ તેની સાથે અમાનવીય વ્યવહાર કરનારને માફ કરે આ આંકડા બહુ સ્પષ્ટ છે હવે આ પ્રકારનો એક નવો વ્યવસાય શરૂ થયો જેવના કારણ નેતા અને અધિકારી આ ચુંગલમાં ફસાય છે , પૈસા મેળવવા તેમના વિડીયો બને છે, પૈસા ના મળે તો વિડીયો વાયરલ થાય છે અને આપણે વિડીયો જોઈ કેવા પકડાઈ ગયા તેવા ભાવ સાથે છુપો આનંદ લઈએ છીએ.