હેમિલ પરમાર (ગાંધીનગર): ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર શાંત પડી રહી છે અને દર્દીઓમા રિકવરી રેટ પણ વધ્યો છે. સમગ્ર રાજ્ય માં છેલ્લા ૨૪ કલાકમાં સરકારી આંકડા (તા.૧૮ જુન ૨૦૨૧) મુજબ કોરોનાના કુલ ૨૬૨ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના રિકવરી રેટ વધીને ૯૭.૯૦% થયો છે અને ગઈકાલે કુલ ૭૭૬ દર્દીઓ કોરોનાને હરાવી દીધો છે અને કુલ ૫ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.રાજ્યમાં કોરોનાના ફુલ ૭૨૩૦ એક્ટિવ કેસ છે. જેમાં ૧૯૮ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૭૦૩૨ સ્ટેબલ દર્દીઓ છે. રાજ્યમાં ગઈકાલે (તા.૧૮ જુન ૨૦૨૧) સાંજ સુધી કુલ ૨,૫૫,૦૪૬ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે રાજ્યમાં સાત જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના નવા કેસ નોંધાયા નથી અને મૃત્યુ પણ થયેલા નથી.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના નવા કેસ અમદાવાદ શહેરમાં ૪૨, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં -૧, વડોદરા શહેર-૧૫, વડોદરા ગ્રામ્ય - ૧૦, સુરત શહેરમા-૨૧, સુરત ગ્રામ્યમાં-૧૬ , રાજકોટ શહેરમાં -૧૯, રાજકોટ ગ્રામ્ય માં- ૩ , ગીર સોમનાથ-૧૬, જુનાગઢ-૧૨, અમરેલી અને ભરૂચમાં -૮ , આણંદ-બનાસકાંઠા-દેવભૂમિ દ્વારકા-કચ્છ- વલસાડમાં -૭, નવસારી -૬, જામનગર શહેર-પોરબંદર -પંચમહાલ-સાબરકાંઠા - ૫, અરવલ્લી -૪, ખેડા -મહેસાણા-૩ કેસ, ગાંધીનગર -૪ , તાપી -૨ દાહોદ-ડાંગ -મહીસાગર- ૧ કેસ, નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૭ જિલ્લામાં કોરોના એક પણ નવા કેસ નોંધાયા નથી. જેમા ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, મોરબી, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર માં કોરોના નવા એક પણ કેસ નોંધાયા નથી. અમદાવાદ શહેર - ૨ , સુરત-૧ , વડોદરા-૧ , જામનગર-૧ એમ કુલ પાંચના મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૧૦,૦૨૩ લોકોના મૃત્યુ નોંધાયા છે.