મેરાન્યૂઝ નેટવર્ક, જુનાગઢ : કોંગી ધારાસભ્યોના પરિવાર પર જ ઘાત ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. સવારે લલિત કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ત્યારે હાલ જૂનાગઢના કોંગ્રેસ ધારાસભ્ય ભીખાભાઇ જોશીની 11 વર્ષીય પૌત્રીનું હૈદરાબાદ પાસે અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવતા અરેરાટી ફેલાઈ છે. આ બનાવની જાણ થતા કોંગી આગેવાનો સધિયારો આપવા દોડી ગયા છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોષીના પુત્ર મનોજ પરિવાર સાથે હૈદરાબાદ ગયા હતા. જ્યાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં મનોજની પુત્રી તેમજ ભીખાભાઈની 11 વર્ષની માસુમ પૌત્રી પરીનું અકાળે મોત થયું છે. જ્યારે પરીવારના અન્ય સભ્યોની સામાન્ય ઈજાઓની સારવાર હૈદરાબાદ લીંબસ હોસ્પીટલ ખાતે ચાલી રહી છે.