મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ACBએ લંચિયાબાબુઓનો પરસેવો છોડાવી દીધો છે. લાંચીયાબાબુઓ ACBના હાથે રંગેહાથે ઝડપાઇ જતાં અનેકને ઘરે બેસવાનો વારો આવ્યો છે. રોજ બરોજ લંચિયાબાબુ ACBના હાથે ઝડપાતા રહે છે. તેમ છતાં લાંચ લેવાનો મોહ છૂટતો નથી. ત્યારે આજે વધુ બે કર્મચારી એસિબીના હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એક બાજુ મોંઘવારી અને બીજી બાજુ લંચિયાબાબુઓથી સામન્ય પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.

ઘટના ૧
જામનગરની ACBની ટીમને બાતમી મળી હતી કે જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાના કર્મચારી ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે લાંચ માંગી રહ્યા છે. બાતમીના આધારે એસિબીએ ડિકોયરનો સંપર્ક કરીને ડિકોય છટકાનું આયોજન કર્યું હતું. છટકા દરમિયાન આરોગ્ય વિભાગના વર્ગ ૪ પટ્ટાવાળા ડાયાભાઇ હુણએ ડિકોયર સાથે વાતચીત કરી પંચની હાજરીમાં ફૂડ લાઇસન્સ કાઢી આપવા ૫૦૦ રૂપિયાની માંગણી કરીને સ્વીકારી રંગેહાથે પકડાઈ ગયો હતો.

Advertisement


 

 

 

 

 

ઘટના ૨
પાટણ જિલ્લાના  ફરીયાદીને પોતાના ગામની સંયુકત માલિકીની જમીન છે.  જે ખેતીની જમીનમાં સોલાર પ્લાન્ટ નાખવા માટે ભાડેથી જમીન આપવાની હોવાથી તે જમીનની હદ અને નિશાન નક્કી કરાવવા માટે જમીન દફતર મોજણી ભવનમાં ઓનલાઈન  અરજી કરી હતી. જે અરજીની તપાસ માટે પાટણ જમીન દફતર મોજણી કચેરીના વર્ગ ૩ના ધ્રુવ પટેલ આવ્યો હતો.  જેને  સર્વે કરેલ જમીનની શીટ તૈયાર કરવા સારું રૂા.10,000/-ની લાંચની માંગણી કરી હતી.  ફરિયાદી પૈસા આપવા માંગતા ના હોયથી તેણે  એસીબીમાં ફરીયાદ કરી હતી. જે ફરિયાદના આધારે  એસીબીએ આજે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. છટકા દરમિયાન  ધ્રુવ પટેલએ ફરીયાદી પાસેથી રૂ.10,000/- ની લાંચની માંગણી કરી સ્વીકારીતા એસિબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.