મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગુજરાતમાં રોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે અને તેમાં પણ રોજના 400-500 એવા આંકડા આવતા તેની સામે એવી સુવિધાની પણ જરૂર ઊભી થઈ છે. કારણ કે હજુ પણ આ કેસ વધવાના છે તે સનાતન સત્ય છે અને આગામી સમયમાં વધુ આઈસીયુ અને વેન્ટિલેટરની જરૂર પડશે તે પણ નક્કી છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકાર સહિત પાંચ રાજ્યોને આ અંગે ચેતવવામાં આવી છે.

ગુજરાતમાં આગામી જુનથી ઓગસ્ટ સુધીમાં કેસ એટલા હશે કે તે સમયે આઈસીયુ અને વેન્ટિલેટરની જરૂર પડે તેમ છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને ઉત્તરપ્રદેશને જુન અને ઓગસ્ટ સુધીમાં આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની અછત પડશે તેવી શક્યતાઓ દર્શાવી છે.

ગુજરાતમાં પણ જુનથી ઓગસ્ટ સમયે આ તકલીફ શરૂ થશે જેને પગલે હાલથી જ તૈયારીઓ શરૂ કરવા પર ભાર મુકાયો છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાજ્યના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ યોજાઈ હતી. જેમાં મહારાષ્ટ્રમાં આગામી 8 ઓગસ્ટથી આઈસીયુ બેડ અને 27 જુલાઈથી વેન્ટિલેટરની અછતનો સામનો કરવો પડી શકે છે. આવી જ રીતે ગુજરાતને પણ વોર્નિંગ આપવામાં આવી છે.