મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યારે જ સરકારે ટ્રાન્સફર ઓર્ડરમાં પ્રમોટી તેમજ સીધી ભરતીના આઈએએસ ઓફિસર્સના આ ઓર્ડરમાં નવ અધિકારીની બદલીઓ કરવામાં આવી હતી. આ વખતે સરકારે ચાર અધિકારીઓના બદલીના ઓર્ડર કર્યા છે.

જેમાં ગાંધીનગર મહિલા બાળ વિકાસના અધિકારી એસીડીએસ એ એમ શર્માને પોરબંદરના કલેક્ટર તરીકે નિયુક્તિ મળી છે. જ્યારે પોરબંદરના કલેક્ટર ડી એન મોદીને એ એમ શર્માના સ્થાને નિયુક્તિ આપવામાં આવી છે. 

બીજી બાજુ અમદાવાદના એડિશનલ કમિશનર સ્ટેટ ટેક્સ બી કે પંડ્યાને ડાંગ આહવાના કલેક્ટર તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે જ્યાં અગાઉ હરજીભાઈ કે વઢવાણીયા હતા જે રિલિવ થવાના છે. આ તરફ ગાંધીનગર બાળ અને મહિલા વિકાસ વિભાગના ડેપ્યૂટી સેક્રેટરી ગાર્ગી જૈનને ગાંધીનગરમાં હેલ્થ અને ફેમિલિ વેલ્ફેર વિભાગના ડે. સેક્રેટરી તરીકેનો પદભાર સોંપાયો છે.