મેરાન્યુઝ નેટવર્ક.કચ્છ : લાંબા સમયથી IAS અને IPS અધિકારીઓની બદલીની ચર્ચા ચાલી રહી છે તેવામાં સચિવાલયમાં IAS ઓફિસર્સનું મહેકમનું ટેબલ સંભાળતા અધિકારીની બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યાએ અન્ય કોઈને ન મૂકવાને પગલે જગ્યા હજુ સુધી ખાલી રાખવામાં આવી છે. જેને લઈને ગાંધીનગર સચિવાલય સહિત સમગ્ર આઈએએસ લોબીમાં આ ટ્રાન્સફર ચર્ચાનો વિષય બની છે.

ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારની રચનામાં 'નો રિપીટ' અને જુનાને બદલી નાખવાનો કન્સેપ્ટ રહેલો છે ત્યારે સામાન્ય વહીવટ વિભાગ (GAD)માં પણ જુનાને બદલી નવાને ગોઠવવાની પેરવી વચ્ચે 'ગ' શાખાનાં સેક્શન ઓફિસર કૌશિક સચદેની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. સચદેનાં બોસ તરીકે અધિક સચિવ અશોક દવે છે. દવે પણ લાંબા સમયથી તેમની પોસ્ટ ઉપર ફરજ બજાવી રહ્યા છે તેવામાં દવેને બદલે સેક્શન ઓફિસર કૌશિકની બદલી પાછળ કોઈ રાજકારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. કૌશિકને જીએડીની 'ગ' શાખામાંથી બદલીને અધિક કલેક્ટર લેવલના ઓફિસર્સનાં મહેકમવાળી 'ગ-૧' શાખામાં મુકવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ હજુ સુધી કોઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. જેને કારણે આગામી દિવસોમાં આઈએએસ ઓફિસર્સની ટ્રાન્સફરને લઈને વિવિધ પ્રકારનાં અનુમાન કરવામાં આવી રહ્યા છે. 

Advertisement


 

 

 

 

 

સચદેની જે જગ્યાએ બદલી કરવામાં આવી છે ત્યાં પહેલા પ્રિયંક સુખડીયા નામના અધિકારી હતા. સુખડીયાને CMOમાં લેવાને પગલે 'ગ-૧'નું સ્થાન ખાલી હતું.

IPSની ટ્રાન્સફર થઇ શકે છે

IASની જેમ IPS ઓફિસર્સની બદલીને લઈને લાંબા સમયથી અટકળો લાગી રહી છે. તેવામાં ફરી એક વખત ભારતીય પોલીસ સેવાનાં અધિકારીઓની બદલીની અટકળો ચાલી છે. આગામી એકાદ બે દિવસમાં IPS ની ટ્રાન્સફર ઓર્ડર અંગેની પણ ચર્ચા ચાલી રહી છે.