મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ભારતની નેશન રમત આમતો હોકી છે પરંતુ રમત ગમત ક્ષેત્રે ક્રિકેટ વધુ લોકપ્રિય ખેલ બની ચુક્યો છે જોકે અરવલ્લી જિલ્લામાં નેશનલ રમત એટલે કે હોકી, અહીં હોકીમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા ખેલાડીઓ જોવા મળે છે, પરંતુ ટેબલ ટેનિસ જેવી રમતમાં પોતાની આગવી છાપ ધરાવતો જુનિયર કેટેગરીનો ખેલાડી અરમાન શેખ ટેબલ ટેનિસમાં હવે ધીરે ધીરે પોતાની કારકિર્દી આગળ ધપાવી રહ્યો છે.

૮ વર્ષની નજીવી ઉંમર થી ત્રીજા ધોરણ થી ટેબલ ટેનિસ માં પોતાની કારકિર્દી ની શરૂઆત કરી હતી. એક ગરીબ પરિવાર માંથી આવતા અરમાન શેખના પિતા મિકેનિકનું કામ કરતા હતા.બીમારીના કારણે નાની ઉંમરમાં જ અરમાને પિતાની છત્ર છાયા ગુમાવી છે. ત્યારે હાલ તેના કાકા અરમાનની કારકિર્દીને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે. ટેબલ ટેનિસમાં વાત કરવામાં આવે તો અરમાને તેના જીવનની પ્રથમ ટુર્નામેન્ટ વર્ષ 2014 - 15 માં ખેલમહાકુંભથી શરૂઆત કરી હતી. જેમાં સારો દેખાવ કર્યો હતો. નોંધનીય વાત તો એ છે કે શરૂઆતની પ્રથમ ટુર્નામેન્ટની ફાઇનલમાં અરમાનની ટકકર તેના મોટા ભાઈ રેહાન સામે હતી. જેમાં તેના મોટા ભાઈની જીત થઈ હતી. ત્યાર બાદ અરમાને તેની રમતને વધુ સારી બનાવી હતી અને 2017 - 18માં તેની પસંદગી થઈ હતી. ત્યાર બાદ ગોવા ખાતે યોજાયેલ ટુર્નામેન્ટ માં ભાગ લીધો હતો. ત્યાર બાદ 2018 - 19 માં સબજુનિયર કેટેગરીની ટુર્નામેન્ટમાં ચંદીગઢ ખાતે ભાગ લીધો હતો. પંચકુલા, કલકત્તા, થાણે, સહિતના રાજ્યોમાં આ જુનિયર માસ્ટર બ્લાસ્ટર ભાગ લઈ ચુક્યો છે. અરમાનની કારકિર્દી વિશ્વ ફલક સુધી પહોંચાડવા માટે તેના કોચ મજહર સુથાર અને મહાવીરસિંહ કુમપાવત ડી એલ એસ એસ ના સહકારથી તનતોડ મહેનત કરી રહ્યા છે. 

પરંતુ ચિંતાની વાત એ છે કે ગરીબ પરિવારમાંથી આવતા અને પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલા અરમાનની કારકિર્દી ગરીબીના કારણે ક્યાંક દબાઈ તો નહીં જાય ને તે એક મોટો સવાલ બન્યો છે. જુદી જુદી રાષ્ટ્રીય ટુર્નામેન્ટૉ માટેનો ખર્ચ પોસાય તેમ ન હોવાથી અરમાનની કારકિર્દી સફળ બનાવવા માટે હાલ સ્પોન્સર્સની પણ જરિરુયાત ઊભી થઈ છે.