મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો પર સ્ટે મુક્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે માસ્ક વગર પકડાયેલા લોકોને કોરોના દર્દીઓના સુવિધા કેન્દ્રોમાં સામાજીક સેવા માટે મોકલવામાં આવે. ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ શાહની પીઠે હાઈકોર્ટના તે નિર્દેશ પર સ્ટે મુક્યો છે. ગુજરાતસરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટનો આ નિર્દેશ ખુબ જ સખ્ત છે અને તેના નિયમ તોડનારાઓની તબીયત પર પણ ગંભીર અસર પડી શકે છે.

સુપ્રીમ કોર્ટે આ વાત પર પણ ગંભીરતાથી નારાજગી વ્યક્ત કરી છે કે કોવીડ 19ના નિર્દેશોનું રાજ્યમાં સખ્ત પાલન કરવામાં આવી રહ્યું નથી. ન્યાયાલયએ રાજ્યના અધિક મુખ્ય સચિવ ગૃહને એ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માસ્ક પહેરવા અને સામાજીક અંતર બનાવી રાખવાની સંબંધમાં દિશા-નિર્દેશનો સખ્ત અમલ થાય.

પીઠએ રાજ્યમાં પોલીસ અને બીજા તંત્રના અધિકારીઓને પણ આદેશ આપ્યો છે કે આ દિશા નિર્દેશો પર સખ્ત રીતે અમલ કરવાનું ઠેકાણું કરવાાં આવે અને તેનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે. આપને જણાવી દઈએ કે રાજ્ય સરકારમાં વધતા કોરોના સંક્રમણના કેસને જોતા ઘણા શહેરોમાં નાઈટ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. લોકોને કોરોાના નિયમો તોડવા પર દંડવામાં પણ આવી રહ્યા છે.

બુધવારે એક જાહેર હીતની અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે માસ્ક પહેરવાના નિયમો તોડનારાઓ પર દંડની સાથે સાથે કોરોનાના કેન્દ્રોમાં સેવા કરવા માટેનું ફરજિયાત બનાવવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ જેબી પર્દીવાલાની પીઠે પોતાના આદેશમાં કહ્યું કે નિયમનું ઉલ્લંઘન કરનારાઓને કોરોનાના દર્દીઓની સેવામાં મોકલવામાં આવે. સામાજીક સેવા અંતર્ગત સાફ-સફાઈ જેવા બિન ચિકિત્સાકીય કામમાં તેમને લગાવી શકાય છે.

પીઠે કહ્યું કે ઉલ્લંઘન કરનારાઓને પાંચથી 15 દિવસ સુધી રોજ ચારથી છ કલાક મોકલી આપવામાં આવી શકે છે. પીઠે કહ્યું કે રાજ્યને એક નીતિ કે આદેશ કરવો જોઈએ જેમાં માસ્ક ન પહેરનારાઓ પર સામાજીક સેવાની જોગવાઈ કરી શકાય અને ઉલ્લંઘનની પ્રકૃત્તિના આધાર પર તેમની સેવા કરી શકાય છે.