મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના કેસ વધતાં તેને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. હાલ હાઈકોર્ટની અંદર પ્રવેશ નિષેધનું બેનર ગેટ પર જ લગાવી દેવાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હઈકોર્ટને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે. હવે એવી વિગત સામે આવી રહી છે કે હાઈકોર્ટમાં સુનાવણી સહિતની કેટલીક કામગીરી ઓનલાઈન કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કારણ કે 5 દિવસ સુધી હવે હાઈકોર્ટ બંધ રહેવાની છે. 

હાલ હાઈકોર્ટના તમામ ગેટ બંધ છે અને સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટમાં 6 કર્મચારીઓ અને એક પોલીસ કોન્સ્ટેબલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કુલ સાત વ્યક્તિઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ છે જેને પગલે હવે તેઓ આરોગ્ય સેતુ એપ દ્વારા અન્ય કોના કોના સંપર્કમાં આવ્યા હતા તે અંગ તપાસ કરવામાં આવશે. સાથે જ ક્વોરંટાઈન સહિતના પગલા લેવાશે. હાલ હાઈકોર્ટમાં જ ભયનો માહોલ છે તમામ લોકો પોતાનામાં સામાન્ય લક્ષણ આવતા જ એલર્ટ થઈ જાય છે. હવે આગામી સમયમાં હાઈકોર્ટ કઈ રીતે કામગીરી કરે છે, કયા પગલા લે છે તે અંગે હાલ (આ લખાય છે ત્યારે) કોઈ નિર્ણય લેવાયો નથી.