મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: રાધનપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવવાની અપીલને ગુજરાત હાઇકોર્ટે સ્વિકારી છે અને તેના પર તાત્કાલીક સુનાવણી થશે.

ઠોકોર સેનાના નેતા અને કોંગ્રેસની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા બાદ અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણીઓ દરમિયાન અચાનક જ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામા આપી દીધા હતા. જો કે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું ન હતું અને આ સાથે જ કોંગ્રેસે અન્યાય કર્યો હોવાનો મીડિયા સમક્ષ અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો હતો. જ્યાર બાદ કોંગ્રેસે વિધાનસભા અધ્યક્ષને જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદે ગેરલાયક ઠેરવવામાં આવે. જો કે આ અંગે નિર્ણય ન આવતા કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટના દ્રાર ખખડાવ્યા છે અને હાઇકોર્ટે કોંગ્રેસની અરજી સ્વિકારી આ અંગે અલ્પેશ ઠાકોર અને ગુજરાત વિધાસભાના અધ્યક્ષને નોટિસ પાઠવી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં 27 જુનના રોજ સુનાવણી થશે.