મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનના કેટલાક નિર્ણયો પર વાંધા વ્યક્ત કરતાં રાજ્ય સરકારને આ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે કોર્પોરેશન સરકારી નીતિઓના અનુરુપ જ કાર્ય કરો. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશને કહ્યું હતું કે  ફક્ત 108 એમ્બ્યૂલન્સમાં જ આવેલાઓની જ સારવાર કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. જે પછી હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે રાજ્ય સરકારને તેનું ધ્યાન રાખવાનું રહેશે કે કોઈ પણ કોર્પોરેશન મનમાની ન કરે. પાલિકાઓને રાજ્યની નીતિના અનુરુપ કામ કરવાનો હશે. બીજી બાજુ હાઈકોર્ટે ઓનલાઈન સુનાવણી દરમિયાન એવું કહ્યું હતું કે આશા વર્કર્સને વેક્સીન આપવી જોઈએ કેમ તેમને હજુ સુધી આપવામાં આવી નથી તેવો સવાલ કર્યો હતો. દવાઓના કાળાબજારી પર પણ હાઈકોર્ટે કામગીરી કરવા જણાવ્યું હતું. એસોશિએશન વતી પર્સી ક્વીનાએ કહ્યું કે, કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર પાસે યોગ્ય આયોજન જ નથી. લીડરશીપનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, સરકારે ગામડાઓમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ સ્વીકાર કર્યો કે ગામડાઓમાં કોરોનાની સ્થિતિને કારણે ખરાબ વાતાવરણ છે. સરકારને કોર્ટે ગામડાઓની સાચી માહિતી રજુ કરવાનું કહ્યું હતું.