મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ રાજ્યના આરોગ્ય પ્રધાને વીડિયો જારી કરી એવી કબૂલાત કરી છે કે તેમના પર અસંખ્ય ફોન આવે છે જેમાંથી કેટલાક લોકો માનસિક ત્રાસ આપે છે. ન બોલવાનું બોલે છે. ગાળો ભાંડે છે. આ રીતે મને (આરોગ્ય પ્રધાનને) ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવે છે.

આરોગ્ય પ્રધાન અને વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર (કુમાર) કાનાણીએ એક વીડિયોમાં સ્પષ્ટ કહ્યું કે કોરોનાના કટોકટી ભર્યા કાળમાં હું કોઈનો પણ ફોન રિસિવ કરું છે. કોઇને તકલીફ હોય તો મદદરૂપ બની શકાય. પણ, દિવસ દરમિયાન એવા અસંખ્ય ફોન આવે છે જેમાં સામે છેડેથી વાત કરનારી વ્યક્તિ ગાળો ભાંડે છે. મને ઉશ્કેરવાના ભરપુર પ્રયાસો કરે. આમ છતાં હું મગજ સ્વસ્થ રાખી ઉશ્કેરાટ વગર જવાબો આપું છું.  માનસિક ત્રાસ આપવામાં આવે છે આમ છતાં હું તમામના ફોન રિસિન કરું છું અને કરતો રહીશ.


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે હાલમાં એક ઓડીયો પણ વાયરલ થયો હતો. Tocilizumab ઈન્જેક્શન્સ ક્યાં મળશે તેની પૃચ્છા કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિએ તેમને પુછ્યું હતું કે tocilizumab ઈન્જેક્શન્સ જોઈએ છે ક્યાં મળશે. ત્યારે તેમણે મળી શક્શે નહીં. જેથી વ્યક્તિએ એવું પુછ્યું કે જરૂરિયાત હોય તો શું કરવાનું? ક્યાં જવાનું? જે બાદ ઓડિયો કટ થઈ જાય છે.