મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ ધનતેરસના દિવસે વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડિમાં એક 18 વર્ષીય યુવતી પર સામુહીક દુષ્કર્મની ઘટના બની હતી, દુષ્કર્મના થોડા દિવસ પછી આ યુવતીની વલસાડ ખાતે ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી હતી. આ કેસમાં ગુજરાત પોલીસ એક રીતે જાણે સહિયારુ ઓપરેશન કરી રહી હોય તેમ વડોદરા, રેલવે પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, એઓજી સહિતની વીંગ્સ તપાસમાં જોડાઈ છે. આ મામલામાં દુષ્કર્મ કરનારાઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુંક નિવેદન આપતા કહ્યું કે, હું પીડિતાના ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ.

Advertisement


 

 

 

 

 

હાલમાં જ વડોદરામાં યુવતી પર થયેલા સામુહીક દુષ્કર્મ અને તે પછી તેની શંકાસ્પદ હાલતમાં મળેલી લાશનો કોયડો ઉકેલવામાં પોલીસ જોતરાઈ ગઈ છે. જોકે આ કેસમાં પોલીસને હજુ પણ ભૂસામાંથી ટાંકણી શોધવા જેવી મુશ્કેલીઓ પડી રહી છે. પોલીસે 400-500થી વધુ સીસીટીવી તપાસ્યા, લોકોની સાથે વાત કરી, સ્થળ તપાસ કરી, કેટલાક કે જેમણે આરોપીઓને જોયા કે પીડિતાને મળ્યા હતા તેમની સાથે વાત કરી છે છત્તાં હજુ પણ આરોપીઓ પોલીસના લાંબા હાથમાં આવ્યા નથી. જોકે પોલીસે કેટલાક શકમંદોની અટકાયત અને પુછપરછ કરી છે. પોલીસે યુવતીના આપઘાત પહેલા તેનો પીછો કરનાર એક વ્યક્તિને પકડ્યો છે.

આ મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત રાજ્યની પોલીસ ખુબ જ મક્કમતાતી આ કેસ પર કામ કરી રહી છે. પીડિતા અને તેના પરિવારને ન્યાય આપવાની જવાબદારી અમારી છે. હું ગૃહમંત્રી તરીકે જ નહીં પણ એક ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ. આ કેસ પર કામ કરી લહેલા પોલીસ જવાનો પીડિતાના ભાઈ તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ટુંક જ સમયમાં તમામ આરોપીઓને પોલીસ સકંજામાં લેવાશે તેવી પણ તેમણે હૈયાધારણા આપી હતી. તેમણે કહ્યું કે અત્યારે ભલે આરોપીઓ પોલીસના હાથે પકડાયા નથી પરંતુ તે લાંબો સમય પોલીસ પક્કડથી દુર રહી શકશે નહીં.