મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 21 સપ્ટેમ્બરે 2021 ને મંગળવારે વર્ગ - 1 અને 2 માટે 110 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજવા ની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી. જેમાં નાયબ કલેકટર , નાયબ જિલ્લા વિકાસ અધિકારી , નાયબ પોલીસ અધિક્ષક , જિલ્લા નાયબ રજિસ્ટર , મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી મદદનીશ જિલ્લા રજિસ્ટર , સમાજ કલ્યાણ અધિકારી (અ.જાતિ) , રાજ્ય વેરા અધિકારી વગેરે જેની પ્રિલિમ પરીક્ષા 12 ડિસેમ્બર 2021 એ યોજાવાની હતી પરંતુ 12 ડિસેમ્બર નાં દિવસે લગ્નના મુહુર્ત હોવાથી GPSC નાં ચેરમેન દિનેશ દાસા એ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે હવે આ પરીક્ષા 12 ડિસેમ્બર નાં બદલે 19 ડિસેમ્બર 2021 એ યોજાશે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 21 સપ્ટેમ્બર 2021 નાં રોજ GPSC વર્ગ - 1 અને 2 માટે 110 જેટલી જગ્યા માટે ભરતી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું .જેનાં ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ. 28/09/2021 થી 13/10/2021 સુધી ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.જેની શૈક્ષણિક લાયકાત સ્નાતક કક્ષાની નક્કી કરવામાં આવી છે.

Advertisement


 

 

 

 

 

દિનેશ દાસાએ ટ્વીટ કરી કહ્યુંકે , અગત્યની જાહેરાત જો કોઈએ 12/12ના રોજ લગ્ન માટેનું મુહૂર્ત જોવડાવી લીધું હોય, વાડી-બેન્ડ વાજા બુક કરાવી રાખ્યા હોય તો ચિંતા કર્યા વગર પ્રસંગ હેમખેમ ઉજવવો. GPSC આવા ઉમેદવારોના પોંખણા 19 તારીખે કરશે એટલે કે હવે આ પરીક્ષા 19/12/21 ના રોજ યોજવામાં આવશે. સૌને શુભેચ્છાઓ..!!

આ ભરતી  પ્રકિયા કુલ 3 તબ્બકામાં લેવામાં આવશે જેમાં પ્રથમ પ્રિલિમ પરીક્ષા , બીજા તબ્બકામાં મેઇન્સ પરીક્ષા , ત્રીજા તબક્કા માં ઇન્ટરવ્યુ એમ કુલ ત્રણ તબ્બકા માં લેવામાં આવશે .