મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં લોકો નવા દંડની જોગવાઈઓને પગલે છેલ્લા કેટલાક દિવસોથી લાઈનોમાં છે તો કેટલાક દંડાઈ પણ રહ્યા છે. હાલ ગુજરાતની વિજય રુપાણી સરકાર દ્વારા લોકો માટે આંશિક રાહત આપતો નિર્ણય કરવામાં આવ્યો છે.

રુપાણી સરકારે રાજ્યના લોકોને નવા ટ્રાફીક દંડને લઈ તેની અમલવારીમાં 15 ઓક્ટોબર સુધીનો વધારો કર્યો છે. 16 સપ્ટેમ્બરથી નવા દંડ પ્રમાણે ટ્રાફિકનો ભંગ કરનાર દંડાતા હતા પરંતુ હવે તેમાં  છૂટ આપવામાં આવી છે એટલે કે હવે અમલવારીની તારીખી 15 ઓક્ટોબર 2019 રહેશે. આપને જણાવી દઈએ કે નવા દંડની રકમોમાં કોઈ ફેરફાર થયો નથી આ માત્ર અમલવારીમાં જ 15 દિવસની છૂટ અપાઈ છે. ત્યાં સુધી જુના નિયમ પ્રમામે દંડ થશે.