મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ હાલમાં જ અમેરિકા દ્વારા નવી પોલીસીમાં કરાયેલા ફેરફારોમાં ભારતના વિદ્યાર્થીઓને વિઝાઓમાં મુશકેલીઓ ઊભી કરી છે. જોકે રાજ્ય સરકાર આ સંદર્ભે શું કરવાનું વિચારી રહી છે તે તમામ બાબતો પર નીતિન પટેલે થોડો પ્રકાશ પાડ્યો હતો.

આજે નીતિન પટેલે કોરોના વાયરસ અંતર્ગત કહ્યું કે હાલ સ્વર્ણિમ સંકુલમાં ઓટોમેટિક સેનેટાઈઝેશન મશીન મુકાયું છે. સેનેટાઈઝેશનની કામગીરી રાજ્યભરમાં ચાલી રહી છે. સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે. તેમણે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત હોવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત તેમણે ખાસ કરીને અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓ માટે આવેલા આંચકારૂપ સમાચાર અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમેરિકાની નવી સ્ટૂડન્ટ વિઝા પોલીસી અંગે રજૂઆત કરીશું. તેના માટે ભારત સરકાર ઉચ્ચ કક્ષાએથી પ્રયત્નો કરશે અને નિકાલ આવે તેવી અપેક્ષાઓ છે. આ અંગે રાજ્ય સરકારે સીધું કાંઈ કરવાનું થતું નથી. અમેરિકામાં લાખો વિદ્યાર્થીઓ ભણે છે, નોકરી કરે છે. જે વિઝા રદ્દ થયા તે નુકસાનકારક છે. ભારત સરકાર આવા તમામને સુરક્ષા અને વ્યવસ્થા કરી આપે તેવી આશા છે.