મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ મંજુલા શ્રોફના ગોટાળાને કારણે ડીપીએસ ઈસ્ટ સ્કૂલના 600 વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની ગયુ હતું, સીબીએસસી અને ગુજરાત સરકારે ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ કરતા સ્કૂલના 600 બાળકો કયાં ભણશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો પરંતુ આ મામલે શિક્ષણ સચિવ વિનોદ રાવે નિર્ણય કર્યો કે એક વર્ષ સુધી ડીપીએસ સ્કૂલનો વહિવટ ગુજરાત સરકાર સંભાળશે અને આ શૈક્ષણિક વર્ષ પુરુ થાય ત્યાં સુધી ડીપીએસ સ્કૂલની જવાબદારી ગુજરાત સરકાર ઉપાડશે.

ગુજરાત સરકારની ખોટી એનઓસી બનાવી સીબીએસસી માન્યતા લઈ સ્કૂલ શરૂ કરનાર ડીપીએસ સામે પોલીસ ફરિયાદ કરી તેની માન્યતા રદ કરવામાં આવતા ડીપીએસ સ્કૂલના બાળકોના બાળકો કયાં ભણશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થતાં વાલીઓ સરકાર સામ રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાને કારણે આસપાસની શાળામાં પણ બાળકોને સમાવી શકાય તેવી સ્થિતિ ન્હોતી જેના કારણે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. ડીપીએસ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓની જવાબદારી ગુજરાત સરકાર ઉપાડશે જેના કારણે ચાલુ વર્ષે ડીપીએસ ઈસ્ટના બાળકોના શિક્ષણનું શું થશે તે પ્રશ્નનો અંત આવ્યો છે.