મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ શું મહિલા શશક્તિકરણ તેમની પ્રાથમિક્તામાં શામેલ નથી? આવા જ વેધક સવાલો સાથે એડીજી અનિલ પ્રથમે ગુજરાતમાં થયેલી બળાત્કારની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એસપી અને કમિશનરને આ પ્રકારના સવાલો કરતાં હાલ સવાલ સરકાર દ્વારા જે જાહેર પ્રવચનોમાં મહિલાઓ સંદર્ભે ફાંકા મરાય છે તેના પણ થયા છે. 

ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઈમ (મહિલા સેલ)ના એડિશનલ પોલીસ મહાનિદેશક (એડીજી) અનિલ પ્રથમે પોતાના સોસ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેમણે કહ્યું છે કે, પુરા દેશમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે, ગુજરાતમાં પણ 48 કલાકમાં દુષ્કર્મની ત્રણ ઘટનાઓ ઘટી છે. હું અચંબિત છું, મારી નૈતિક અને સંવૈધાનિક જવાબદારીને જોતાં મહિલા સશક્તિકરણના મુદ્દા પર હું પોતાનો અભિપ્રાય આપી રહ્યો છું. હું મહિલા સેલના એડીજીનો કાર્યભાર વર્ષ 2012થી સંભાળી રહ્યો છું. શું મહિલા સશક્તિકરણ એસપી અને કમિશનરની પ્રાથમિક્તામાં નથી? 

તેમણે વધુમાં પુછ્યું છે કે, શું પોલીસ કમિશનર અને અધિક્ષકને સરકાર તરફથી ચલાવાતી યોજનાઓ પર્યાપ્ત નથી? રાજ્ય અને કેન્દ્ર સરકાર પાણીની જેમ રૂપિયા મહિલાની સુરક્ષા અને સશક્તિ કરણની યોજનાઓ પર લગાવી રહી છે પછી પોલીસ અસફળ કેમ છે, કેમ પોલીસ નાગરિકો સાથે સંવાદ સ્થાપિત કરવામાં અસફળ છે.