મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ફીનો મુદ્દો સળગતો આવ્યો છે. એમાં પણ કોરોના કાળમાં લોકો આર્થિક તંગી સહન કરી રહ્યા છે ત્યારે વાલી મંડળ તેને લઈને ઘણી વખત રજૂઆત સરકાર સમક્ષ પણ કરી ચૂક્યા છે. આ સાથે વાલીઓ ઘણી વખત હોબાળો પણ મચાવ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટએ સરકારને યોગ્ય નિર્ણય લેવા ટકોર કરી હતી, જેના પગલે આજરોજ રાજ્ય સરકારે નિર્ણય કરતા જણાવ્યું રાજ્યની તમામ ખાનગી શાળાઓ વાલીઓ ફીમાં 25% રાહત કરી આપે. 

જેના કારણે વાલીઓને ફીમાં રાહત મળે અને ખાનગી શાળાઓનું પણ આર્થિક ઉપાર્જનમાં સમસ્યા ઉત્પન્ન ન થાય. રાજ્ય સરકારના નિર્ણયને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ, રાજકોટના પ્રમુખ અજય પટેલે આવકાર્યો. નિર્ણયથી વ્યક્ત કરી આશા કે આ નિર્ણય બાદ વાલીઓ શાળાઓ ફી ભરશે જેના કારણે શાળા ની આર્થિક ઉપાર્જન શરુ થશે. લોકડાઉનના કારણે ખાનગી શાળાઓને આર્થિક હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ નિર્ણયથી શાળાઓને રાહત થશે. 

જયારે વાલી મંડળના વાલીઓ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરીએ વિરોધ વ્યક્ત કર્યો અને જિલ્લા શિક્ષણ અધિકારીને સંપૂર્ણ ફી માફીની રજૂઆત કરી અથવા સરકારી શાળાઓમાં CBSC હિંદી અને ઈંગ્લીશ બોર્ડ શરુ કરવાની માંગણી કરી.