મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત સરકારના ગ્રામ વિકાસ કમિશ્નરની કચેરીમાં મેરાન્યૂઝ ધ્વારા માહિતી અધિનિયમ-૨૦૦૫ દ્વારા કરવામાં આવેલી એક RTI અરજીના જવાબમાં સરકારે ખોટી માહિતી આપી હતી.  તમામ જીલ્લાઓને ઓપન ડેફીકેશન ફ્રી (ODP) હોવાનું જણાવ્યું હતું અને આ અહેવાલ મેરાન્યુઝમાં ૧૪મી સપ્ટેમ્બરે પ્રકાશિત કર્યો હતો. આ જ મુદ્દાને સાંકળતો અહેવાલ ભારતના નિયંત્રક અને (CAG) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા રીપોર્ટને ગુજરાત સરકાર દ્વારા બે-દિવસય ચોમાસુ સત્રના બીજા દિવસે ગૃહના મેજ પર મુકવામાં આવ્યો હતો. જેમાં CAG દ્વારા ગુજરાત સરકારના તમામ જીલ્લાઓ ODF હોવાનો દાવો ખોટો હોવાનું જાહેર કર્યું છે.

આ રિપોર્ટમાં CAG એ નોધ્યું છે જે ગુજરાત સરકારે ગુજરાતનાં તમામ જીલ્લાઓને (ઓપન ડેફિકેશન ફ્રી) ODF તરીકે ૦૨ ઓકટોબર ૨૦૧૭ના  સુધીમાં જાહેર કરેલ. જો કે ૨૦૧૪-૧૭ના સમયગાળા માટે આઠ પસંદ કરાયેલા  DPs હેઠળના ૧૨૦ નમુના તપાસાયેલા GPs  દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૨૯ ટકા HH (હાઉસ હોલ્ડ) પાસે હજુ પણ શૌચાલયો (ક્યાં તો વ્યક્તિગત અથવા સાર્વજનિક) ની સુવિધા નથી. એટલે રાજ્ય સરકારનો દાવા મજુબ ગુજરાતના તમામ જીલ્લાઓ ODF હોવાનો દાવો સાચો નથી લાગતો.

આ રિપોર્ટમાં ખાસ એ પણ નોંધ કરવામાં આવી છે કે ૧૨૦ ગામમાંથી ૪૧ ગામોમાં, ઘરમાં પાણીનું જોડાણ ઉપલબ્ધ  ન હતું અને તેથી SBM હેઠળ બાંધવામાં આવેલા શૌચાલયનો ઉપયોગ કરી શકાતો ન હતો. જ્યારે ૩૦માંથી ૧૫ ગામોમાં પાણીની બિન-ઉપલબ્ધી અને ખાડો ખોદીને અથવા તો તે અધુરો હોવાના કારણે શૌચાલયનો ઉપયોગ થતો ન હતો.