મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં સરકાર દ્વારા સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાના પ્રયત્નો શરૂ કરાયા છે જેમાં સરકાર દ્વારા આરટીપીસીઆર રિપોર્ટના ભાવમાં મોટો ઘટાડો કરાયો છે. સાથે જ આગામી રવિવારે વેક્સિનનો બીજો ડોઝ બાકી હોય તેમને આપવામાં આવશે તેવી પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી રુપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જે પછી નાયબ મુખ્યમંત્રી દ્વારા કેટલીક મહત્વની વાત લોકો સમક્ષ મુકાઈ હતી.

તેમણે જાહેરાત કરી કે સરકાર દ્વારા આટીપીસીઆરના ટેસ્ટના ભાવોમાં મોટો ઘટાડો કરાયો છે. હવે ખાનગી લેબમાં આરટી પીસીઆઈ ટેસ્ટના 400 રૂપિયા થશે. સરકારે ટેસ્ટમાં 300 રૂપિયા જેટલો વધારો કર્યો છે. પહેલા આ ટેસ્ટનો ભાવ રૂપિયા 700 હતો. ઉપરાંત દર્દીના ઘરે જઈ ટેસ્ટ કરવાના ભાવમાં આરટીપીસીઆરના 550 રૂપિયા લેવામાં આવશે, જે અગાઉ 900 રૂપિયા હતો. સરકારી હોસ્પિટલ્સમાં કોરોનાના મફત ટેસ્ટ તો થશે જ. એરપોર્ટ પર આરટીપીસીઆરના 2700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે જે અગાઉ 4000 રૂપિયાનો થતો હતો.

Advertisement


 

 

 

 

 

નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એચઆરસીટી ટેસ્ટમાં 500 રૂપિયા ઘટાડી 2500 રૂપિયા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટીસ્કેનનો દર 3000 હતો, જેમાં 500 રૂપિયાનો ઘટાડો કરી 2500 હજાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં વિનામૂલ્યે એન્ટીજન અને આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 1 કરોડ 61 લાખ કરતા વધુ ટેસ્ટ કરાયા છે. તો વળી 91 લાખ 95 હજાર એન્ટી રેપીડ ટેસ્ટ ટેસ્ટ કરાયા છે.

તેમણે જણાવ્યા પ્રમામે સીટીસ્કેન મશીન મેડિકલ કોલેજીસમાં ખરીદવામાં આવશે. ગાંધીનગર, વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલ, અમદાવાદ- સોલામાં એમઆરઆઈ મશીન ખરીદવાની મંજુરી પણ આપવામાં આવી છે. તેમણે પંડિત દિનદયાળ સાંધ્ય ક્લિનિક શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ઝુંપડપટ્ટી, કામદારોના વિસ્તારોમાં ક્લિનિક શરૂ કરાશે જ્યાં દરરોજ સાંજે પ્રાઈવેટ તબીબોની સેવા મળશે. સરકારી કર્મચારીઓના અટવાયેલા મોંઘવારી ભથ્થા અંગે તેમણે ટુંક સમયમાં જાહેરાત કરાશે તેવું કહ્યું હતું.