મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ આમ આદમી પાર્ટી ગુજરાતના ઉપાધ્યક્ષ દ્વારા ગુજરાતમાં રાસાયણિક ખાતરમાં થયેલો ભાવ વધારો તાત્કાલીક ધોરણે પાછો ખેંચવા અને જુના ભાવે ખેડૂતોને ખાતર મળે તે માટે સરકારને રજૂઆત કરાઈ હતી. આ ભાવ વધારો પાછો ન ખેંચવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી. જોકે હાલની બીમારીની સ્થિતિને પણ આ કારણે ધ્યાને લેવાની તેમણે વાત કરી હતી. સરકારે આખરે આ બાબતને તાત્કાલિક વિચારણા હેઠળ લીધી અને હાલ પુરતું જુના ભાવે ખાતર આપવાની વાત ગ્રાહ્ય રાખી હોવાનું આપ (આમ આદમી પાર્ટી)ના ઉપાધ્યક્ષે જણાવી હતી.

આમ આદમી પાર્ટી, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી દ્વારા તારીખ 12.5.2021 ના રોજ ઓનલાઇન ઇમેઇલથી આવેદન પત્ર આપી તાત્કાલિક રાસાયણિક ખાતર પર લગાવાયેલો ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરવામાં આવી હતી અને ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ભેમાભાઈએ કહ્યું કે, અમે આ સંદર્ભમાં ઓનલાઈન આવેદન આપ્યું હતું. આવેદનપત્રની અસરથી સરકારે ભાવ  વધારો મુલતવી રાખવા તાત્કાલીક વિચારણા હેઠળ લેવું પડ્યું. નવા ભાવ પ્રમાણે વેચવાનું હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું તેમ છતાં સરકાર દ્વારા બંધ રાખવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે. અત્યારે તાત્કાલિક વિચારણામાં લેવા બદલ દિલીપભાઈ સંઘાણી (ગુજકોમાસોલ ચેરમેન) તથા સરકારનો ખૂબ ખૂબ આભાર.