મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય,આ કહેવત ને સાર્થક કરી છે એક ખેડૂત પુત્રીએ. મોડાસા તાલુકાના ઉમેદપુર (દધાલિયા) ગામના વતની અને અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ મા અભ્યાસ કરતી ચૌધરી ક્રિષ્ના રાજેન્દ્ર કુમાર એ B.A.Sem 4 અંગ્રેજી વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાં 1st રેન્ક મેળવી શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ ગાંધીનગર સહિત ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યું છે.ત્યારે અખિલ આંજણા કેળવણી મંડળ વતી પ્રમુખ શેઠ શ્રી હરિભાઈ ચૌધરી એ અભિનંદન પાઠવ્યા હતા.

ક્રિષ્ના ચૌધરી ગાંધીનગર ખાતે શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે અને તેના પિતા ખેતી સાથે સંકળાયેલા છે.ક્રિષ્ના ની મહેનત અને શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ માં મળેલા યોગ્ય અને ઉચ્ચ અભ્યાસ થી આજે સમગ્ર રાજ્ય માં એક ખેડૂત  પુત્રીએ સમગ્ર રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી મા B.A.Sem 4 અંગ્રેજી વિષયમાં 1 રેન્ક મેળવી ડંકો વગાડ્યો છે.ત્યારે ચો તરફ થી અભિનદન ની વર્ષા થઈ રહી છે.