હેમિલ પરમાર (મેરાન્યૂઝ.અમદાવાદ):  ગુજરાત યુનિવર્સિટીમાં લૉ ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માટે ફક્ત ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે તે અંગે લૉ ના વિદ્યાર્થીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.જેને પગલે હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી 7 જૂન સુધી જવાબ રજૂ કરવાનુ કહ્યું હતું.૪ જુન ના રોજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કાયદા વિદ્યાશાખાની પરીક્ષાઓ તા.૧૦-૦૬-૨૦૨૧ અને ૨૪-૦૬-૨૦૨૧ ના દિવસે શરૂ થનારી પરીક્ષાઓ કોવિડ-૧૯ ના કારણે મોકૂફ રાખવામાં આવેલ છે તે અંગેની જાહેરાત કરી છે. હવે આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે. આગામી સમયમાં આ પરીક્ષાઓ અંગે વિગતવાર જાહેરાત  યુનિવર્સિટી ની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. પરંતુ વિદ્યાર્થીના મત અનુસાર પરીક્ષા  ઓફલાઈન ન યોજાવી જોઈએ. પરીક્ષા ઓનલાઈન યોજાય તોપણ વાંધો નહીં.

ગુજરાત યુનિવર્સિટીમાં લૉ(કાયદા) ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માટે ફક્ત ઓફલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે તે અંગે લૉ ના વિદ્યાર્થીઓએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.જેને પગલે હાઇકોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી 7 જૂન સુધી જવાબ રજૂ કરવાનુ કહ્યું હતું. પરંતુ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ૪ જૂનના રોજ લૉ (કાયદા) વિદ્યાશાખા માં તા.૧૦ જુન અને ૨૪ જુન ,૨૦૨૧ ના રોજ યોજાનારી એલએલબી સેમેસ્ટર - ૨,૪,૬ , એલ.એમ ‌સેમેસ્ટર -૨, ૫ વષૅ ઇન્ટેગ્રેટેટ  લૉ સેમેસ્ટર ૨-૧૦, ડીટીપી,ડીએલપી, ૫ વર્ષ ઇન્ટેગ્રેટેટ લૉ (એક્સપર્ટ પેપર-૧) સેમેસ્ટર-૪,૬,૮ જેવી પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. આગામી સમયમાં આ પરીક્ષાઓ અંગે વધુ માહિતી યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ પર મુકવામાં આવશે.

લૉ(કાયદા)ના વિદ્યાર્થી સંજય ઠક્કરના જણાવ્યા અનુસાર , "વિદ્યાર્થીઓની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવે તોપણ વાંધો નહીં, અને ઓનલાઈન પરીક્ષા લે તોપણ વાંધો નહીં, પરંતુ પરીક્ષાઓ ઓફલાઈન ન યોજાવી જોઈએ. કારણ કે હાલની વતૅમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા ઓનલાઈન યોજાવી જોઈએ. આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે તે નિર્ણય સારો છે. યુનિવર્સિટીએ ઓનલાઇન પરીક્ષા લેવા અંગે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. હાલની વતૅમાન પરિસ્થિતિને કારણે પરીક્ષા ઓફલાઈન ન યોજાવી જોઈએ, ઓનલાઇન જ યોજાવી જોઈએ."