મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો થઈ ચુકી છે. આ અંગેની જાહેરાતો પછી રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાતો કરવાની શરૂ કરી દેવાઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સૌથી પહેલા નામોની જાહેરાતો કરવામાં આવી હતી. આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આ ઉમેદવારોના નામોની જાહેરાત થવા અંગે જાણકારી આપવામાં આવી હતી. ઉમેદરવારોના નામ આજ સાંજ સુધીમાં જાહેર કરી દેવાશે સાથે જ 5મી તારીખે તેઓ ફોર્મ પણ ભરશે તેવી પણ જાહેરાત પાટીલે કરી હતી.

આ સંદર્ભે મીડિયાને સંબોધતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જણાવ્યું કે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાનું વોટિંગ થવાનું છે ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ લોકશાહીની પદ્ધતીથી પારદર્શક રીતે અને શિસ્તબદ્ધ રીતે ઉમેદવારના ચયનની પ્રક્રિયા હાથ ધરી હતી. પહેલા તબક્કામાં જઈને એમણે જિલ્લાના મહાનગરોમાં કાર્યકર્તાઓ, આગેવાનો, લોકલ સંગઠન સાથે બેસીને એમણે પોતાની પેનલ બનાવી હતી. તે લોકો 576 કુલ મળીને સીટો ઉપર એવરેજ 717 કાર્યકર્તા હોય દરેક સીટ ઉપર ટિકિટ માંગી હતી. લીસ્ટ બનાવી પાર્લામેન્ટરી બોર્ડની અંદર ઉપર ખૂબ વિગતે ચર્ચા કરી હતી. જરૂર પડે ત્યાં વધુ માહિતી મંગાવીને પણ એ માટેની ચર્ચા વિચારણા કરીને યાદી તૈયાર કરવામાં આવી છે. ચોક્કસપણે કહી શકાય એમ છે કે, જે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી પદ્ધતિથી તેની પ્રક્રિયા કરે છે એ પ્રક્રિયા અને કોઈ પાર્ટીમાં ચાલતી નથી.


 

 

 

 

 

તેમણે ઉમેર્યું કે, એ પણ મારે આપ સૌના માધ્યમથી લોકોને કહેવું છે આજે સાંજ સુધીમાં તબક્કાવાર દરેક મહાનગરપાલિકાનું લિસ્ટ આપને મોકલી આપવામાં આવશે અને આવતીકાલે પાંચમી તારીખે બહાર અને દરેક મહાનગરમાંથી ભાજપના કાર્યાલય પરથી ઉમેદવારો પોતાના આરો પાસે જઈને જે કોઈ કોરોનાના નિયમો છે એનું પાલન કરીને ફોર્મ ભરવા માટે જશે. ગુજરાતમાં અલગ નિયમો બનાવ્યા હતા કે ત્રણ ટર્મથી વધુ કોઈને ટિકિટ આપી નથી આ આ નિર્ણય કર્યો હતો, ઉપરાંત ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ થઈ હોય એમને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. કોઈપણ માજી મેયરને લડાવા નહીં એ પ્રકારનો પણ નિર્ણય થયો હતો. કોઈપણ આગેવાન હોય કે પદાધિકારી હોય કે પહેલા પતિ-પત્ની હોય એમને પણ કોઇ સગાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. મને ખૂબ જ આનંદ છે અને હું ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તેમણે લીધેલા નિર્ણયોને આવકાર્યા, ખૂબ સહજતાથી આવકાર્યો અને અમને સપોર્ટ પણ કર્યો હતો. તેમણે આ પ્રક્રિયામાં ભાગ લઇને આ નિયમોનું પાલન કર્યું એના માટે હું બધા જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સૌ કાર્યકર્તાઓ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.

તેમણે કહ્યું કે, આજે જે રીતે ઉમેદવારોનું ચયન કરાયું છે તેમાં ૫૦ ટકા બહેનો છે અને બીજા બધા ભાઈઓ છે. ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી રહી છે. આપના માધ્યમથી ગુજરાતના તમામ ભાઈઓને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય આગેવાનોએ પદાધિકારીઓએ હતી ખૂબ વિકાસનું કામ કર્યું છે અને તેના કારણે ગુજરાતના વિકાસમાં જે રીતે લોકોની ઈચ્છા થાય તો શું કામ પણ થવું છે કે ગુજરાતનો વિકાસ એને ભારતીય જનતા પાર્ટીને સફળ કરવાના પ્રયત્ન કર્યા છે એના માટે એમાં જ સાથ-સહકાર સૌ મતદાર ભાઈ-બહેનોનો મળ્યો છે અને આવી રીતે ફરી ભારતીય જનતા પાર્ટીને આશિર્વાદ આપે તેવી હું વિનંતિ કરું છું.