મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં રોગચાળા દરમિયાનથી બંધ થયેલું ઓફલાઈન શાળા શિક્ષણ ફરી શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે, આવતીકાલથી ધોરણ 1થી 5ની શાળાના ઓફલાઈન ક્લાસ શરૂ કરી શકાશે. જેમાં કેટલીક બાબતોને ધ્યાને લેવાની રહેશે. એસઓપીનું ચુસ્ત પાલન કરવાનું છે અને વિદ્યાર્થીઓને આવવું કે નહીં તે ફરજિયાત નથી.
જીતુ વાઘાણીએ આ જાહેરાત દરમિયાન કહ્યું કે, તેમણે કહ્યું કે રોગચાળા દરમિયાન ઘણી મુશ્કેલીઓ પડી છે, દેશ રાજ્યમાં હવે મોટા પ્રમાણમાં વેક્સિનેશન થઈ ચુક્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે સરકારે આવતીકાલે સોમવારથી ધો. 1થી 5ની પ્રાથમિક શાળાનું શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરતા હતા. જો કોઈ પ્રકારની કસોટી આવતી તો તેનું પણ આયોજન ઓનલાઈન કરવાનો પ્રયત્ન કરાયો છે. જોકે હવે ઓફલાઈન વર્ગો એટલે કે વિદ્યાર્થીઓ સીધા ક્લાસમાં જઈને અભ્યાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાને મંજૂરી મળી છે. છેલ્લા બે વર્ષથી આ વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા.
Advertisement
 
 
 
 
 
અગાઉ સરકારે ધોરણ 6થી 8 માટે આ પ્રકારની ઓફલાઈન સ્કૂલ શરૂ કરી દેવાની જાહેરાત કરી હતી. ગત 2 સપ્ટેમ્બરે તે જાહેરાત થઈ હતી. જેમાં 50 ટકા સંખ્યા સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે તેના પહેલા ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરાયા હતા અને તેના પહેલા કોલેજના વિદ્યાર્થીઓને આ પ્રકારની છૂટછાટ અપાઈ હતી. જોકે જે તે સમયથી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ફરજિયાત હતું. આ તરફ આજે કરાયેલી જાહેરાતમાં વિદ્યાર્થીઓને શાળામાં જવું ફરજિયાત નથી.