મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: શહેરના જીવરાજ પાર્કમાં આવેલ નિકલંઠ સ્કૂલમાં ચડવા-ઉતરવાની માટેની એક જ સીડી અને તે પણ સાંકડી હોવાને કારણે ડીઇઓ દ્વારા આ શાળાની માન્યતા રદ કરવામાં આવી છે. જેને લઇને આ શાળામાં ભણતા 400 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્નાર્થ પણ ઉભો થયો છે.

સુરતમાં ખાનગી ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની ઘટના બાદ તંત્ર દ્વારા શાળાઓ અને ખાનગી ટ્યુશનો ચાલતા હોય ત્યાં ચેકિંગ હાથધરી જરૂરી પગલા ભરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્સમા ચાલતી નિલકંઠ સ્કૂલમાં સેફ્ટીનો અભાવ હોવાનો ફાયર બ્રિગેડ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. નિલકંઠ સ્કૂલના ટેરેસ પર પણ મોબાઇલનો ટાવર અને ખુલ્લા વાયર જોવા મળ્યા છે.