મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા: ગત 4 જૂનનાં રોજ સવા લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયેલા વુડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન.સી. શાહના પત્ની નિર્ઝરિણીના વલ્લભવિદ્યાનગરના કોર્પોરેશન બેંકના લોકરની એસીબી દ્વારા જડતી લેવામાં આવી હતી. ચોંકાવનારી વાત છે કે આ લોકરમાંથી ચલણમાંથી રદ કરાયેલ રૂ. 500 અને રૂ. 1000ના દરની 11 લાખ 21 હજારની નોટો મળી આવી હતી.

નિર્ઝરિણી શાહે એસીબીને જણાવ્યું હતું કે આ રૂપિયા તેણે ભેગા કરેલા હતા પરંતુ ભુલથી લોકરમાં રહી ગયા હતા. એસીબીના સર્ચમાં આણંદ જિલ્લાના બાકરોલ ગામે આવેલા તેમના ઘરમાંથી 10થી વધુ કવરમાં 12. 15 લાખની રોકડ મળી આવી છે. જે અંગે પણ એસીબી દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.