મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ  સી.આર.પાટીલ હિંમતનગર ખાતે  પેજ સમિતિ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી નોકરી અંગે વિવાદિત નિવેદન આપ્યુ હતું. ભાજપની સરકાર હોય તો કાર્યકર્તા થોડી રહી જાય. જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી રહ્યો છે. આવા કામ દરેક સત્તા પક્ષ કરતું હોય છે પણ જાહેરમાં આવું નિવેદન આજ સુધી કોઈએ આપ્યું નથી.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે આજે ભાજપ પ્રમુખ સી.આર પાટીલનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ  બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદશન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને શુભાસચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંતુ રેલીનું પ્રસ્થાન જ્યાંથી થયું ત્યાં મહાત્મા ગાંધીની પણ પ્રતિમા હતી પરંતુ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરવાનું ચુક્યા હતા. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ સભા સંબોધી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપનો દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી હતી અને ભૂલમાં પણ પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભૂલના કરે એવો દાવો કર્યો છે તો મુદ્રા પોર્ટ ટ્રેડ એવાઇસરી દ્વારા 15 નવેમ્બર થી ત્રણ દેશમાં કાર્ગો હેન્ડિંગ નહીં કરવામાં આવે તે નિર્ણય બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

Advertisement


 

 

 

 

 

આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ધમકી આપી કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે છે તો બીજી તરફ સહકારી ક્ષેત્રે હોદ્દા ધરાવતા સહકારી નેતાઓને પણ સૂચન કર્યું કે સહકાર વિભાગમાં ભાજપના કાર્યકર્તાઓને નોકરીની પ્રાથમિકતા નહીં આપે તો સહકારમાં મેન્ડેડ આપવામાં નહીં આવે અને પછી ધરાસભ્યને સંબોધતા કહ્યું કે આમાંથી કોઈએ બંધ બેસતી પાગડી પહેરવી નહીં.