જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા)/કિરણ ત્રિવેદી (મેરાન્યૂઝ.બનાસકાંઠા): સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે ભારત અને ગુજરાત રાજ્ય પણ આ વાયરસથી પરેશાન છે.  આ વાયરસના સંક્રમણથી બચવા માસ્ક અસરકારક છે ત્યારે કેટલાય લોકો માનવતા નેવે મૂકી માસ્કમાં આંધળી લૂંટ ચલાવતા હતા પંરતુ બનાસકાંઠા જીલ્લાના પાથાવાડા ગામે એક સેવાભાવી વ્યક્તિ કોરાના સંક્રમણ રોકવા પોતાનો સમય કાઢી મફત માસ્ક બનાવી લોકોની સેવા કરવાનું બીડું ઉપાડ્યું છે. આવી જ રીતે ગુજરાતની જનતાને બચાવવા એક જૂથ બનેલી રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) હેઠળ જોડાયેલી મહિલાઓ પણ યોગદાન આપી રહી છે. આ માટે માસ્ક બનાવવાની સતત અને સઘન કામગીરીમાં જોડાઇ છે.

પહેલી ઘટના બની છે બનાસકાંઠા જીલ્લાના પાથાવાડા ગામમાં, ત્યાં વસતા દિનેશભાઈ દરજી ગામમાં હંમેશાં સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હોય છે. તે પોતે વ્યવસાય દરજી કામ કરે છે. કોરોના  કહેરની સમસ્યા રાજ્યમાં પ્રવેશી અને સાથે જ લોકોને માસ્ક, સેનેટાઈઝર, ગ્લબ્ઝ જેવી વસ્તુઓમાં લૂંટાતા હોવાની માહિતીએ તેમનું મન દ્રવી ઉઠ્યું હતું. પોતાના ગામમાં કોરોના વાયરસની લપેટે કોઈ ન આવે અને લોકો આ માટે લૂંટાય નહીં તે માટે પોતાની કલાનો ઉપયોગ કરી ગામ લોકોની સેવા કરવા વિનામૂલ્યે માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું. પોતે એક દિવસમાં પોતાનું કામ મૂકી 300થી વધુ માસ્ક બનાવી વિતરણ કર્યું છે હજી પણવિઓ 2 આ બાબતે દિનેશભાઇ દરજી જણાવ્યું કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકાર પ્રયાસ કરે છે પંરતુ ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ ના થાય તે માટે માસ્ક સહેલાઈથી ઉપલબ્ધ નથી માટે મે મારી કલાનો સદ ઉપયોગ કરી લોકોની સેવા કરવા માસ્ક બનાવવાનું બીડું ઝડપ્યું. આ માટે હું કોઇ પણ જાતની રકમ લેતો નથી અમારા પાસે કોટનના બિનઉપયોગી કપડામાંથી અમે માસ્ક બનાવી લોકો સુધી પહોંચાડી એ છીએ.

દિનેશ ભાઈની સેવાથી પ્રભાવિત ગામના મહેન્દ્રભાઈ સુથાર સાથે વાતચીતમાં તેમણે કહ્યું કે, દિનેશભાઈ હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્ર હોય છે. આ મહામારીમાં પણ પોતે માસ્ક થકી સેવા કરી ગ્રામીણ વિસ્તારમાં કોરોના જાગૃતિનું મહાન કાર્ય કરે છે.

અન્ય એક આવી સેવાકીય ઘટનામાં, ભારત સરકારની ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ) હેઠળની ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ પૈકી અમદાવાદ, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, દેવભૂમિદ્રારકા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ વગેરે કુલ ૧૦૩ સ્વસહાયજૂથ કે જેની અંદાજિત ૪૬૭ ગ્રામીણ મહિલાઓ કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. ની સહાય દ્વારા મળેલા સિલાઇ મશીનથી સિલાઇકામની તાલીમ લીધેલી આ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની કામગીરી અવિરત પણે હાલમાં ચાલુ છે. વિવિધ સરકારી વિભાગો જેવા કે, આરોગ્ય વિભાગ, PGVCL, અદાણી ફાઉન્ડેશન, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, પોલીસ વિભાગ, એરપોર્ટ ઓથોરીટી, GSRTC, મેડિકલ એસોસિએશન, બેંક, જિલ્લા પંચાયત, જિલ્લા આરોગ્ય કચેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત કચેરી તથા સ્થાનિક કંપનીઓ દ્વારા પણ ગ્રામીણ સ્વસહાયજૂથની આ મહિલાઓને માસ્ક બનાવવાની કામગીરીના વિપુલ પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.

ગ્રામીણ સ્વસહાયજૂથોની મહિલાઓ દ્વારા થઇ રહેલી આ સરાહનીય કામગીરી માટે તેમજ માસ્કની અછત ન સર્જાય તે માટે જાહેર સેવાના કાર્યમાં ખડે પગે રહેવા બદલ ગ્રામ વિકાસ કમિશ્રનર વ અગ્રસચિવ મનોજ અગ્રવાલ ગ્રામીણ સ્વસહાયજૂથની આ મહિલાઓને વધુ ને વધુ પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ સાથે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. ના મેનેજીંગ ડિરેક્ટર ડી.ડી. કાપડીયાએ જણાવ્યુ  હતું કે, સમગ્ર જનતાને નજીવી કિંમતે માસ્ક મળી રહે તે માટે આજે મોટા પાયે ગ્રામીણ સ્વસહાયજૂથની બહેનો સેવા સાથે આજિવિકા પ્રાપ્ત કરી કોરોના વાયરસ સામે લડવા કટિબધ્ધ બની છે. 

અત્યાર સુધી અંદાજીત રૂપિયા ચાલીસ લાખનો માસ્ક બનાવવાનો ઓર્ડર પ્રાપ્ત થયેલ છે તથા આજ દિન સુધીમાં અંદાજિત ૩,૧૭,૫૦૦/- જેટલા માસ્ક બનાવવાના ઓર્ડર બહેનોને મળી ચૂક્યા છે. હજુ વધુને વધુ પ્રમાણમાં ઓર્ડર આ બહેનોને મળી રહ્યા છે. કોરોના વાયરસ જેવી આવી પડેલી મહામારીમાં ગ્રામીણ સ્વસહાયજૂથની મહિલાઓ ગુજરાતની જનતાને બચાવવા ખરા અર્થમાં જંગે ચડી છે.