મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેરની વહેતી વાત વચ્ચે કોરોનાની ગતિ ગુજરાતમાં દિવસેને દિવસે ધીમી થઈ રહી છે. ત્યારે આજે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 38 કેસ નોંધાયા છે. બીજી બાજુ લોકો કોરોનાની રસી લેવા માટે આગળ આવી રહ્યા છે. જોકે રસીના બીજા ડોઝને લઈ લોકોને હજુ પણ હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારી આંકડા પ્રમાણે આજે ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 38 કેસ નોંધાયા હતા. જેમાં સુરતમાં 9, અમદાવાદમાં 6, રાજકોટમાં 6, વડોદરામાં 3, ગીરસોમનાથમાં 2, નવસારીમાં 2, આણંદમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, દેવભૂમિદ્વારકામાં 1, જામનગરમાં 1, જુનાગઢમાં 2, મહીસાગરમાં 1, સાબરકાંઠામાં 1, વલસાડમાં 1 કેસ નોંધાયા હતા. 90 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. જ્યારે કોરોનાથી એક પણ મોત આજે થયું નથી. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 637 છે. જેમાંથી 8 કેસ વેન્ટિલેટર પર છે અને 629 કેસ સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.70% થયો છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 3,86,712 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને 11303 રસીનો બીજી ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધુના ઉંમરનાને 1,23,902 રસીનો પ્રથમ ડોઝ અને 71,190ને બીજો ડોઝ  આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષના ઉંમરનાને 1,71,690 રસીનો પ્રથમ ડોઝ અને 8,627ને બીજો ડોઝ  આપવામાં આવ્યો હતો.