મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ કોઈને પૈસાની લાલચ, કોઈને પદ્દની, કોઈને પોતાનો ભૂતકાળના કામોનો ચોપડો મીટાવવો, કોઈને પોતાનું ભવિષ્ય બનાવવું, ધારાસભ્ય જે લાલચે લલચાય કે જેનાથી ભયભીત થાય તે પ્રમાણેના કાવાદાવા કરી એક બીજાના પક્ષોના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ભેળવી લઈ રાજકીય લાભ ખાંટવાની આદત હવે રાજનેતાઓેને પડી ગઈ છે. જોકે પહેલા છાનામાના કામ થતું હતું પણ હવે જનતાનો ભય કોને છે.?

હાલ આગામી 19મી જુને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન અને મતગણતરી થવાની છે. રાજ્યસભાની ગુજરાત સહિત કુલ 18 સીટ પર ચૂંટણી યોજાવાની છે. ગતરોજ બુધવારે જ કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યોએ નીતિન પટેલ સાથે સ્વર્ણિમ સંકુલમાં મીટિંગ કરી હતી અને વિવિધ ચર્ચાઓ ચાલી હતી. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય સોમાભાઈ અગાઉ જ લોકડાઉન પહેલા રાજીનામું આપી ચુક્યા છે.

હવે વડોદરાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ આજ વહેલી સવારથી જ સંપર્ક વિહોણા થઈ ગયા હતા કારણ કે તે ગત સાંજે જ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી ચુક્યા છે કે તેઓ હવે ફરી જશે અને યા ક્રોસ વોટિંગ યા પછી પક્ષ પલ્ટો કરી લે શે જેથી કોંગ્રેસને વોટમાં ફટકો પડે.

જોકે હાલ વાત એવી પણ ચાલી રહી છે કે, ગુજરાત કોંગ્રેસમાંથી કાંતિ સોઢા, જીતુ ચૌધરીએ પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષે જીતુ ચૌધરીએ પણ રાજીનામું આપ્યું હોવાની પૃષટ કરી છે.  કાંતિ સોઢા અને જીતુ ચૌધરી પણ સંપર્ક વિહોણા બન્યા છે. લગભગ ગુરુવાર બપોર પછી અન્ય રાજીનામાઓની જાહેરાત થાય તેવી શક્યતાઓ સામે આવી છે.

કોંગ્રેસના અક્ષય પટેલ પછી વધુ ચાર ધારાસભ્યો ટુંકમાં જ રાજીનામા આપી દે તેવ અટકળો ચાલી છે. આ ચર્ચામાં કાંતિ પરમાર, કિરીટ પટેલ, પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ તથા ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાના નામોનો ઉલ્લેખ થઈ રહ્યો છે.

આ પક્ષપલ્ટાની સીઝન અંગે પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર એવું કહ્યું કે, કાળા કામનો સરાળોઃ કેકે, શું હવે ધમણની કમાણીથી જ શરૂ કરી દિધી છ... ધારાસભ્યોને ખરીદવાની દુકાન?