મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ભાજપના નેતાઓને પેટભરી ગાળો આપનાર કોંગ્રેસના કયા નેતા પ્રજાના કામ થતાં નથી અથવા કોંગ્રેસમાં બહુ અન્યાય થઈ રહ્યો છે તેવુ કારણ આપી ભાજપમાં કયારે જતા રહેશે તે કહેવુ મુશ્કેલ છે, અગાઉ કોંગ્રેસ છોડી જનાર પોતાના સાથીઓ વેંચાઈ ગયા છે,તેવો આરોપ મુકનાર કોગ્રેસીઓ પણ કોગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે, તેનો સરળ અર્થ તો એવો થઈ શકે કે હવે જનારને પોતાની યોગ્ય કિમંત મળી છે હાલમાં કોગ્રેસમાં બધા એકબીજાને શંકાની નજરે જુવે છે સૌરાષ્ટ્રના ફાયર બ્રાન્ડ નેતા લલીત વસોયા ભાજપમાં જઈ રહ્યા છે.

તેવી અટકળો અગાઉ પણ થઈ હતી,પણ તાજેતરમાં ફરી અટકળો શરૂ થતાં રાજકોટના પત્રકારોએ તેમને આ અંગે પ્રશ્ન પુછતાં તેમની જીભ લપસી હતી,અને તેઓ કહેવા ગયા કે અમે ભાજપમાં જવાાના નથી, પણ તના બદલે તેમણે કહ્યુ કે કોઈ પાટીદાર ધારાસભ્ય કોંગ્રેસમાં જવાના નથી, વસોયાની આ ભુલ હતી કે મનની વાત હતી તે તો સમય જ કહેશે જુઓ વિડીયો