દેવલ જાદવ / જયંત દફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): કોરોનાની મહામારી બાદ ગુજરાત રાજ્ય સરકારની નિષ્ફળતાઓ ઢાંકવા માટે ગુજરાતના મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે તેવું કોંગ્રેસ પક્ષના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લગાવી રહ્યા છે. હવે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને ન્યાય અપાવવા માટે કોવિડ ન્યાય યાત્રા નામથી 8 દિવસનો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમ જમીની સ્તર પર અને સોશિયલ મીડિયામાં બંને જગ્યાએ ચલાવવામાં આવશે.

આ કાર્યક્રમની જાણકારી આપવા માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોશિયલ મીડિયાના ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, " ગુજરાત કોંગ્રેસના દરેક નાનામોટા નેતાઓ ગ્રાઉન્ડ લેવલ પર કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના ઘરે ઘરે જઈને તેમને સાંત્વના આપી રહ્યા છે અને તેમની પાસેથી એક સંમતિ પાત્ર લવી રહ્યા છે કે સરકાર તેમને વળતર આપે. અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા 22,000 જેટલા સંમતિ પત્રકો એકત્રિત કરવામાં આવ્યા જેના પરિવાર માંથી કોઈએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ગુજરાત સરકારનો કોરોનાથી મૃત્યુનો આંકડો માત્ર 10,000 જ છે."

Advertisement


 

 

 

 

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોરોના કાળમાં નિષ્ફળ રહેલી સરકારની નિષ્ફળતો છુપાવવા માટે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે. આ ખાલી માત્ર ચહેરો બદલાયો છે સરકાર તો પહેલાની જેમ કેન્દ્ર માંથી જ ચાલવાની છે. ગુજરાતમાં કોવિડ ન્યાય યાત્રાનો જેવો પ્રતિસાદ મળ્યો તે પર થી હવે અમે સમગ્ર દેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ અભિયાન ચલાવવા જય રહ્યા છે. જેમાં કોરોનામાં પડેલી મુશ્કેલીઓ દરેક વ્યક્તિ અમને સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડે અને અમે અમારથી બનતી મદદ તેમને કરી શકીએ. મહામારીના કાયદા મુજબ મહામારીથી મૃત્યુ પામેલા લોકોને 4 લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે જે હજુ સુધી પુરી કરવામાં નથી આવી. જે સરકારી કર્મચારીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારજનોને સરકારી નોકરી એવી વગેરે બાબતોએ અમે સરકારને રાજુવાત કરવાના છે."

કોંગ્રેસની આ કોવિડ ન્યાય યાત્રાનો કાર્યક્રમ 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી ચલવાનો છે. જેમાં 13 સપ્ટેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના મહામારીમાં લોકોને પડેલી વેદનાઓના ફોટા અને વિડીયો બતાવવામાં આવ્યા હતા. આજે 14 સપ્ટેમ્બરે #gujaratfornyay નામના હેસટેગ સાથે આ બધા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવશે. ત્યાર બાદ 15 સપ્ટેમ્બરે લોકો દ્વારા લેવામાં આવેલા વેદનાના વિડીયો અને ફોટો ચલાવવામાં આવશે. 16 અને 17 સપ્ટેમ્બરે કોંગ્રેસના જે નેતાઓ ઘરે ઘરે ગયા છે તેના વિડીયો ચલાવવામાં આવશે. 18 અને 19 સપ્ટેમ્બરે કોવિડ ન્યાય યાત્રાના વિડીયો ચલાવવામાં આવશે અને 20 સપ્ટેમ્બરે દરેક જિલ્લાના જિલ્લા કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.