મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ: કચ્છનાં યુથ કોંગ્રેસનાં પ્રમુખને સોશિયલ મીડિયામાં તેમની જ પાર્ટીના જિલ્લા પ્રમુખ સામે બોલવાનું ભારે પડ્યું છે. જાહેરમાં પાર્ટી પ્રમુખ સામે બળાપો કાઢનાર આ નેતાને પ્રદેશ કક્ષાથી નોટિસ ફટકારવામાં આવી છે અને આ અંગે સાત દિવસમાં ખુલાસો કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

પાર્ટીના હિતના નામે જિલ્લા કોગ્રેસ પ્રમુખ સામે સોસિયલ મીડીયામાં બળાપો કાઢનાર કોંગી નેતાને પ્રદેશ તરફથી ફટકારવામાં આવ્યા છે. પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલી નોટિસમાં યુવા કોંગ્રેસના નેતાને સખણા રહેવાની આડકતરી ચીમકી પણ આપવામાં આવી છે તથા સોશિયલ મીડિયામાં કરેલી ટિપ્પણી બદલ સાત દિવસમાં ખુલાસો કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

બે દિવસ પહેલા એક તરફ જ્યા કોગ્રેસને મજબુત કરવા માટે કાર્યક્રરોની પ્રદેશમાં મંથન ચાલી રહ્યુ હતુ ત્યારે કચ્છ જીલ્લા યુથ કોગ્રેસના પ્રમુખ હરિસિંહે જાડેજાએ જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની નબળી કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા.  કચ્છમાં કોંગ્રેસ પાર્ટીને બેઠી કરવા માટે નવલસિંહ જાડેજા જેવા પ્રમુખની જરૂરીયાત હોવાની પોસ્ટ સોસિયલ મીડીયા ફેસબુક પર કરી હતી. જો કે આ પોસ્ટ બાદ કોગ્રેસના બે જુથ્થો વચ્ચે યજુવેન્દ્રસિંહ વિરૂધ અને તેની તરફેણમાં અનેક પોસ્ટ ફેસબુક પર અપલોડ થઇ હતી. જેને પગલે પાર્ટીએ આ મામલાને ગંભીરતાથી લઇ હરિસિંહને કડક શબ્દોમાં જાટકણી કાઢવા સાથે નોટીસ ફટકારી શિસ્તભંગના પગલા લેવાની તૈયારી દર્શાવી છે.

સોસિયલ મીડીયામાં આ પોસ્ટ હરિસિંહે મુક્યા બાદ તેની ધણી ટીકા થઇ હતી. જેને પ્રદેશ કોગ્રેસે પણ ગંભીરતાથી લીધી છે. ગુજરાત કોગ્રેસ પ્રદેશ સમિતીના બાબુભાઇ પટેલ મોકલેલ નોટીસમાં સ્પષ્ટ લખવામાં આવ્યુ છે કે, આપ કચ્છ જીલ્લા યુથ કોગ્રેસના કાર્યક્રારી પ્રમુખ છો આપને શિસ્ત્તાની ખબર હોવી જોઇએ આપને અસંતોષ હોય તો યોગ્ય આગેવાન અને જગ્યાએ રજુઆત કરવી જોઇએ આપનુ આ પ્રકારનુ વર્તન પાર્ટીના હિતમાં નથી. અને શિસ્તાના દાયરામાં તમે કામ કર્યુ નથી. તેમને વારંવાર આ અંગે જીલ્લા સમિતીએ ટકોર કરી છે. તેમ છતા તમારામાં ફેરફાર નથી. એટલે દિવસ 7માં પ્રદેશ કોગ્રેસ સમિતીને આ અંગેનો આપનો લેખીત ખુલાસો મોકલવો અને આ પત્ર મળ્યા બાદ પણ જો આપનો જવાબ સાથેનો પત્ર નહી મળે તો તેને શિસ્ત્તભંગ ગણી કાર્યવાહી કરાશે તેની નોંધ લેવી

ઉલ્લેખનીય છે હરિસિંહની વર્તમાન પ્રમુખ પર જાહેર ટીપ્પણી એ કોઇ નવી વાત નથી. પરંતુ નવુ સંગઠન માળખુ મજબુત કરવા માંગતા પ્રદેશ કોગ્રેસના આગેવાનોએ આ મામલાને આ વખતે ગંભીરતાથી લઇ હરિસિંહને ગર્ભીત ચિમકી સાથે શિસ્તમાં રહેવા ટકોર કરી છે. જો કે જોવુ એ અગત્યનુ રહેશે કે અગાઉ પણ આવા નિવેદન મામલે કોઇ પગલા ન લેનાર પ્રદેશ પાર્ટી હાઇકમાન્ડ કેવા પગલા લે છે. જો કે આગામી દિવસોમાં આજ મામલે વધુ આંતરીક ધમાસાણ કોગ્રેસમાં થાય તો નવાઇ નહી.