જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): સૌરાષ્ટમાં છેલ્લા ચાર દિવસથી મુશળધાર વરસાદ વર્ષી રહ્યું છે. ભારે વરસાદને લીધે સામન્ય જનજીવન પર ભારે અસર પડી છે. મોટા ભાગના નદી-નાણાં છલકાઈ ઉઠ્યા છે. તો બીજી બાજુ અનેક લોકોના ઘરમાં પાણી ફરીવળ્યા છે. તેવામાં ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ અસરગ્રસ્થ વિસ્તારોની મુલાકાત લઈને મળતી તમામ મદદ આપવાનું લોકોને જણાવ્યુ હતું. તેવામાં આજે કોંગ્રેસ દ્વારા સરકાર પર શાબ્દાહિક પ્રહાર કરવામાં આવ્યા છે.

Advertisement


 

 

 

 

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ સરકાર સામે પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે ગુજરાની સાડા ચાર કરોડની જનતા સાથે છેતરપિંડીમાં વ્યસ્ત રહેનાર ભાજપ સરકારની આંતરિક ખેચતાણ પારાવાર છે. કોરોનામાં ત્રણ લાખ જેટલા લોકોના મૃત્યુ થયા, ખેડૂતો પાઇમલ થયા,યુવાનો બેરોજગાર થયા અને સરકારી નોકરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યું એટ્લે ચેહરો બદલી નાખ્યો. પરંતુ હકીકતમાં તો ચરિત્ર બદલવાની જરુર છે.

મંત્રીમંડળમાં જે રીતે ખેચતાણ ચાલી રહી છે પરંતુ પુરગ્રસ્ત વિસ્તારના લોકોને કઈ રીતે મદદ કરવી તેની કોઈને ચિંતા નથી. ખુરશી પ્રાપ્ત કરવા માટે જે રમત ચાલી રહી છે તેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે. વધુમાં જણાવતા કહ્યું કે પહેલા આજ સરકારે પ્રજાના પૈસાથી ૧ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ સુધી ઉજ્જવણી કરીને કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા અને સફળતાના પાંચ વર્ષોની વાતો કરી ત્યારે જો સફળતા હતી તો અત્યારે નિસફળતા થઈ ગઈ ?