મેરાન્યૂઝ નેટવર્ક.હિંમતનગર : ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંગળવારે હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલની ઓચીંતી મુલાકાત લીધી હતી. અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવામાં પડતી મુશ્કેલીઓ અંગે દર્દીઓના પરિવાજનોની તકલીફ સાંભળી હોસ્પિટલના સત્તાધીશોની મુલાકાત કરી દર્દીઓને પડતી હાલાકી તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવેની રજુઆત કરી હતી. અને ઓક્સીજન જથ્થો પૂરતો મળી રહે અને અન્ય જીલ્લામાંથી આવતા દર્દીઓને દાખલ કરવામાં આનાકાની કરવાની બંધ કરવામાં આવે તેમજ સરકાર મોતના આંકડાની માયાઝાળ રચી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો,આરોગ્ય કર્મીઓ અને સફાઈ કામદારોની સેવાની સરાહના કરી હતી. 

 ગુજરાત પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાએ હિંમતનગર સીવીલ હોસ્પિટલની મુલાકાત લઇ કોવીડ વિભાગમાં પહોંચ્યા હતા. અને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે લાઈનમાં રહેલી ૨૫ થી વધુ ૧૦૮ અને અન્ય એમ્બ્યુલન્સ પાસે પહોંચી દર્દીઓને રૂબરૂ મુલાકાત લીધી ત્યારે અરવલ્લી જીલ્લામાંથી સારવાર માટે પહોંચેલા કોરોના સંક્રમીત દર્દીએ હિંમતનગર સીવીલ હોસ્પિટલ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં નથી આવતાનો આક્ષેપ કરતા આ અંગે સિવિલ સુપરીટેન્ડટ , સજૅન, આર એમ ઑ સાથે મુલાકાત લીધી અને મુલાકાત દરમિયાન તેમની સાથે દરેક મુદ્દા ઉપર ચર્ચા કરી અને ખાસ કરી ને પ્રદેશ પ્રમુખે તમામ મેડિકલ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી સાથે જ જૂની સિવિલ હોસ્પિટલમા ઓક્સિજન બેડ અને સ્ટાફ વ્યવસ્થા કરી ચાલુ કરવામાં આવે તે બાબતે તંત્ર સાથે ચર્ચા કરીને ચાલુ કરવા તાકીદ કરી હતી. 


 

 

 

 

 

GMERS મેડિકલ ડોક્ટરો પણ જે પોતાની માગણીઓ માટે  હડતાલ ઉપર ઉતરેલા તબીબો સાથે ચર્ચા કરી એમના પ્રશ્નોને સાંભળ્યા હતા. અને આ અંગે  મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી સુધી રજૂઆત કરી તેમના પ્રશ્નો પણ હકારાત્મક નિર્ણય આવે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની હૈયાધારણા આપી હતી. જેમાંની સાથે ગુજરાત વિધાનસભાના દંડક અશ્વીન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા,સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા,પ્રદેશ મહામંત્રી રામભાઈ સોલંકી, જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રિયવદન પટેલ,જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતસિંહ,જિલ્લા પંચાયત દંડક અલ્પેશભાઈ વડેરા, હિંમતનગર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ ,ટીવી પટેલ,ઇશાકભાઇ, કુમાર ભાટ સહિત ના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા.
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.