જયંત દાફડા (મેરાન્યૂઝ.ગાંધીનગર): એક તરફ મુખ્યમંત્રી બદલાતા હવે સૌની નજર નવા મંત્રીમંડળ પર છે. તેવામાં ઘણા સિનિયર નેતાઓના પત્તા કાપવાના એંધાણ થઈ રહ્યા છે. તો બીજી તરફ યુવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી ચર્ચાએ પણ વેગ પકડ્યું છે. ત્યારે આજે મંત્રીમંડળના શપથવિધિ સમારોહની તડામાર તૈયારી ગાંધીનગર ખાતે સવારથી શરૂ કરાઇ હતી. બેનર અને પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા હતા. જેને ભાજપમાં થયેલા કકળાટને કારણે ફાડી નાખવાની ફરજ પડી છે.

Advertisement


 

 

 

 

 

ભાજપ જાણે પોતાના જ નેતાઓ અને કાર્યકરોને એક પછી એક સરપ્રાઇસ આપી રહ્યું છે. ત્યારે આજે તમામ ઘરાસભ્યને ગાંધીનગરમાં રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ મંત્રીમંડળની આજે જાહેર થઈ જશે તેવી શકતા સેવાઇ રહી હતી અને ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી હતી. શપથવિધિ સમારોહના સ્ટેજ અને પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા હતા પરંતુ સૂત્રો મુજબ ઉપરથી મંત્રીમંડળ મામલે આદેશ આવતા બેનરો હટાવી દેવામાં આવ્યા છે અને ફાડી પણ નાખવામાં આવ્યા છે. ત્યારે આજે શપથવિધિસમારોહ નહીં યોજાય તે સ્પષ્ટ થઈ ગયું છે અને આવતીકાલે શપથવિધિ યોજાય શકે તેવી ચર્ચાએ વેગ પકડ્યું છે. 

આજે યોજવાનારી શપથવિધિ કાર્યક્રમના બેનરો અને સ્ટેજ શા માટે હટાવમાં આવ્યો છે એનું કારણ હજી અકબંધ છે. ત્યારે ભાજપમાં ચર્ચાઇ રહ્યું છે કે કેટલાક નેતાઓની નારજગીને લઈને આજનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે. કાર્યાલયે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી આ અંગે જાણકારી આપી છે.