મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: 1983 બેચના આઇએએસ અધિકારી અને ગુજરાતના મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ વય મર્યાદાના કારણે આજે નિવૃત્ત થઇ રહ્યા હતા. જો કે રાજ્ય સરકાર દ્વારા છ મહિના માટે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

ડૉ. જે.એન. સિંઘને એક્સટેન્શ આપવામાં આવતા આગામી છ મહિના દરમિયાન ચાર આઇએએસ અધિકારીઓ સુજીત ગુલાટી, પી.કે. ગેરા, સંજય પ્રસાદ અને જી.સી. મુર્મુ વય મર્યાદાના કારણે નિવૃત્ત થશે. જો ડૉ. જે.એન. સિંઘને ફરી એક્સટેન્શન ન મળે તો 1984 બેચના અરવિંદ અગ્રવાલ, 1985 બેચના પૂનમચંદ પરમાર અને 1986 બેચના સંગીતાસિંઘ વચ્ચે મુખ્ય સચિવ બનવાની સ્પર્ધા રહેશે.