પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે એક તરફ વિકાસ કરી રહ્યા છે તેવો દાવો કરીએ છીએ અને તેવા ભ્રમમાં રાચી રહ્યા છે, પરંતુ બીએમડબ્લ્યુ અને ઓડી જેવી મોંધી કારમાં ફરનારની માનસીકતા હજી પણ જંગલ યુગની છે, આપણી પાસે સંપત્તી વધી પરંતુ મનનો વિકાસ થયો નહીં , વિશાળ બંગલાઓ બન્યા પણ મનની મોકળાશ મળી નહીં., ધર્મ અને જ્ઞાતિ અત્યંત વ્યકિતગત બાબત છે, પણ હવે આપણને  તેની જાહેરમાં ચર્ચા કરતા સંકોચ થવાને બદલે બહુ બહાદુરીપુર્વક આપણી જ્ઞાતિના ગુણગાણ અને દાવાઓ કરી છીએ, આપણો ધર્મ અને જ્ઞાતિ કઈ છે તેમાં આપણુ પોતાનું કોઈ યોગદાન નથી, આપણે જે પરિવારમાં જન્મયા તેના આધારે આપણો ધર્મ અને જ્ઞાતિ નક્કી થઈ છતાં આપણે ફલાણી જ્ઞાતિમાં હોવાનું ગૌરવ લઈ છીએ, એક તબ્બકે માની લઈ કે જ્ઞાતિનું ગૌરવ પણ હોય તો પણ મુખ્યમંત્રી મારી જ્ઞાતિનો જ હોય તેવી માગણી આપણા માનસીક પતનની નિશાની છે.

મુખ્યમંત્રી આપણી જ્ઞાતિનો હોય તેવી લાગણી થવી સ્વભાવીક છે અને પોતાની જ્ઞાતિના મુખ્યમંત્રી હોય તો ગમે પણ ખરુ, પરંતુ જ્ઞાતિનું સમંલેન બોલાવી જયારે આપણે પોતાની જ્ઞાતિનો મુખ્યમંત્રી હોવો જોઈ તેવી લાગણી અને માગણી વ્યકત કરીએ તેનો સીધો અર્થ છે આપણે દેશની બંધારણ વ્યવસ્થાને પડકારી રહ્યા છે,, દેશના બંધારણ ઘડવાયાઓ વિવિધ દેશોના બંધારણનો અભ્યાસ કરી અનેક દેશોની ઉત્તમ બાબતોને લઈ ભારતનું બંધારણ ઘડયુ અને ભારત કોઈ પણ ધર્મ-જ્ઞાતિ-જાત અને ભેદભાવથી પર રહી  એક આગવી શાસન વ્યવસ્થા આપશે તેવુ નક્કી થયુ હતું, જો કે દેશના બંધારણ ઘડવૈયા જીવીત હોત તો દેશની જ્ઞાતિવાદી પરંપરા જોઈ દુખી થયા હોત, કારણ આપણે તમામ રાજકિય પક્ષો ઉમેદવારની પસંદગીમાં બહુમતી મતદારોની જ્ઞાતિ અને ધર્મના નામે ઉમેદવાર પસંદ કરે છે, તેથી જ્ઞાતિઓ પણ પોતાની જનસંખ્યાને આધારે ઉમેદવારોની સંખ્યાની માગણી કરવા લાગી છે.

Advertisement


 

 

 

 

 

હવે એવી સ્થિતિ નિર્માણ થઈ કે 2022ની વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે જ્ઞાતિના આગેવાનો એકત્રીત થઈ પોતાની જ્ઞાતિના મુખ્યમંત્રી હોવા જોઈએ તેવી માગણી કરી રહ્યા છે, આમ હવે જ્ઞાતિઓમાં હોડ લાગી છે અને એક પછી એક જ્ઞાતિઓ સંમેલન બોલાવી પોતાની જ્ઞાતિનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માગણી કરી રહ્યા છે. તેનો અર્થ એવો થયો કે મુખ્યમંત્રી પ્રમાણિક-દુરંદેશી- વ્યુહરચનાકાર અને રાજયનું ભલુ કરનારા નહીં હોય તો પણ ચાલશે બસ એક અગ્રતા રહેશે કે મુખ્યમંત્રી મારી જ્ઞાતિનો હોવો જોઈએ, પોતાની જ્ઞાતિનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવી માગણી કરનાર નેતા બોલતા અગાઉ જરા પણ વિચાર કરતા નથી કે મુખ્યમંત્રી અને મંત્રી કોઈ પણ ધર્મ અને જ્ઞાતિમાં જન્મ લેનાર હોય પરંતુ જયારે તે મુખ્યમંત્રી અને મંત્રી તરીકે સોંગદ લે છે ત્યારે સોંગદ લે છે કે ધર્મ-જ્ઞાતિ-જાત-પાત જોયા વગર રાજયની ભલાઈ માટે કામ કરશે આમ મુખ્યમંત્રી અને મંત્રીને કોઈ ધર્મ અને જ્ઞાતિ હોતી જ નથી.

જો જ્ઞાતિના આધારે મુખ્યમંત્રી નક્કી કરવાના હોય તો જ્ઞાતિની જનસંખ્યા પ્રમાણે રોટેશનમાં મુખ્યમંત્રી મુકવા પડે તેવી હાસ્યસ્પદ સ્થિતિ નિર્માણ થાય.