મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરૂ થયું છે. ૩૧ માર્ચ સુધી ચાલનારા આ બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આઠમી વખત ગુજરાતની જનતા માટેનું બજેટ રજૂ કર્યું છે. બજેટ પહેલા પણ તેમણે કહ્યું હતું કે, આ વખતે દરેક વર્ગ માટે સારુ બજેટ હશે, મને વિશ્વાસ છે કે ૬.૩૦ કરોડ લોકોને બજેટ પસંદ પડશે. વિકાસની તમામ જોગવાઈઓ બજેટમાં છે. મને સતત આઠમી વખત પણ બજેટ રજૂ કરવાનો લાભ મળ્યો છે તેનો મને ગર્વ છે. આ વખતે વર્ષ ૨૦-૨૧ માટે ગુજરાત સરકારે રૂ. ૨.૧૭ લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે.

  • 2,17,287 કરોડનું ગુજરાતનું બજેટ
  • ખેડૂતોને 0% વ્યાજે લોન આપવા માટે 1000 કરોડની જોગવાઈ
  • કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ
  • શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઇ
  • ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના, 500 શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવાશે. શાળાઓમાં સુવિધાઓ માટે 250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
  • 80 ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.600ની જગ્યાએ રૂ.1000ની સહાય ચૂકવાશે
  • ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સહાય કરવા 300 કરોડની ફાળવણી. ખેતરમાં જ નાનું ગોડાઉન કે કોલ્ડ સ્ટોરેજ બનાવવા 30,000 રુપિયાની મદદ મળશે. ખેતરની જમીનમાં ગોડાઉન બનાવવા માટે NA નહીં કરાવવું પડે.
  • માર્ગ મકાન વિભાગ માટે 10200 કરોડ ની જોગવાઈ
  • ગાયના લાભાર્થી પશુપાલકોને મહિને 900 રૂપિયા સહાય અપાશે
  • એક ગાય દીઠ વાર્ષિક10,800 રુપિયા આપવામાં આવશે
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે 300 કરોડની જાહેરાત
  • એનએ કર્યા વગર ખેડૂતો ગોડાઉન બનાવી શકશે 
  • જળસંપદા માટે ૭૨૨૦ કરોડની જોગવાઈ

  • સૌની યોજના માટે ૧૭૧૦ કરોડની જોગવાઈ
  • 7000 નવા રૂમ શાળાઓમાં બનાવવામાં આવશે જેના માટે ૬૫૦ કરોડની ફાળવણી
  • આધુનિક કક્ષાનું શિક્ષણ આપવા ૧૨૫ કરોડની જોગવાઈ
  • ઘરથી ૧ કિલોમીટરથી વધુ દૂર શાળા હોય તેવા બાળકો માટે વાહનોની સુવિધા અપાશે જેના માટે ૬૫ કરોડની જોગવાઈ
  • સ્માર્ટ ટાઉન બનાવવા રૂ.4544 કરોડની જોગવાઇ
  • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 13, 440 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના માટે 1105 કરોડની જોગવાઈ
  • નિર્ભયા ફંડ અંતર્ગત મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ 63 કરોડની જોગવાઈ.
  • પોલીસ આવાસ માટે 288 કરોડની જોગવાઈ.
  • પોલીસ વિભાગમાં નવી 11 હજારની ભરતી કરાશે
  • ગૃહ વિભાગ માટે 1142 કરોડની જોગવાઇ
  • આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડ ની જોગવાઇ
  • કડાણા દાહોદ પાઇપ લાઇન મોટા ભાગે પૂર્ણ થવા આવ્યું છે, વધારાની લાઇન લંબાવાશે જે માટે 103 કરોડની જોગવાઇ
  • બનાસકાંઠામાં થરાદથી સીપુ ડેમ સુધી પાઇપ લાઇન નાંખવા 225 કરોડની જોગવાઇ
  • ઉકાઇ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર સિંચાઇ યોજના માટે 250 કરોડ રૂપિયાની જોગવાઇ
  • ગાંધીનગરમાં નવી પોલીસ કમિશનર કચેરી બનશે, ગાંધીનગરને હવે પોલીસ કમિશનરની નવી પોસ્ટ મળશે
  • અલંગ શીપ રિસાક્લિંગ યાર્ડનું આધુનિકીકરણ કરવા રૂ.715 કરોડની ફાળવણી
  • હિંમતનગર નજીક રાજપુર ખાતે નવી વેટરનરી કોલેજ બનાવાશે
  • મિલો સાથે જોડાણ કરતી સદ્ધર સુગર મિલને સહાય આપવા માટે 25 કરોડની જોગવાઈ
  • ખેત ઉત્પાદનોને રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા સહાય માટે 10 કરોડની જોગવાઈ
  • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ
  • દેશની પ્રથમ ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી પંચમહાલના હાલોલમા સ્થાપવા 12 કરોડની જોગવાઈ
  • કલાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવા ગ્રીન બજેટ હેઠળ ફળવાયા 5922 કરોડ
  • બંદરો અને વાહન વ્યવહાર માટે 1397 કરોડની જોગવાઈ
  • જાહેર પરિવહન માટે 895 નવી બસોની ખરીદી માટે રૂ.240 કરોડની ફાળવણી
  • 7 નવા બસ સ્ટેશનો માટે 30 કરોડની જોગવાઈ
  • શહેરી વિકાસ માટે 13,440 કરોડની જોગવાઈ
  • સૌની યોજના માટે 1710 કરોડ
  • માનવ કલ્યાણ યોજના અંતર્ગત નાના અને નબળા વર્ગ માટે રૂ. 48 કરોડની ફાળવણી
  • પાંજરાપોળોના વિકાસ માટે 100 કરોડની જોગવાઇ 
  • ડીઆરડીઓ ગુજરાતમાં શિક્ષણ આપવા માગે છે, જેને માટેની પણ જોગવાઈ કરી છે
  • અટલ ભૂજલ યોજના માટે ઉત્તર ગુજરાત અને કચ્છના 24 તાલુકાઓને પાંચ વર્ષ માટે 757 કરોડની જોગવાઈ.
  • સુરત મેટ્રો પ્રોજેક્ટ અને અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ માટે રૂ.406 કરોડ ફાળવાયા
  • નવસારી,રાજપીપળા, પોરબંદરમાં 3 નવી મેડિકલ કોલેજ બનાવવા માટે 125 કરોડની જોગવાઇ
  • બાળ અને મહિલા વિકાસ માટે 3150 કરોડની જોગવાઇ
  • કોલેજમાં પ્રવેશ મેળવવા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના હેઠળ ટેબલેટ આપવા 200 કરોડની જોગવાઈ
  • 108 સેવા માટે 150 નવી એમ્બ્ય્લુન્સ ખરીદાશે
  • શહેરી વિસ્તારોમાં 10,000ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરાશે
  • મા યોજના માટે 1105 કરોડ, આયુષ્યમાન યોજના માટે 450 કરોડની ફાળવણી
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 11,243 કરોડની જોગવાઈ
  • માઈક્રો ઈરીગેશનથી સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને પીયાવાના દરમાં 50% રાહત
  • કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા 400 કરોડની જોગવાઈ
  • સુક્ષ્મ સિંચાઈ યોજના માટે 750 કરોડ રૂપિયાની જોગવાઈ
  • ટ્રાફિક સમસ્યા હળવી કરવા 500 કરોડની જોગવાઈ
  • પીવાના પાણી માટે નગરપાલિકાઓને 500 કરોડની જોગવાઈ
  • કૃષિ યુનિવર્સીિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ 750 કરોડની જોગવાઈ
  • સાત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના 404 મધ્યાહન ભોજન કેન્દ્રોમાં  કિચન શેડ બનાનવા 10 કરોડની જોગવાઈ
  • આદિજાતિ વિસ્તારના વિકાસ માટે 1142 કરોડ રૂપિયાની જોગવાઈ
  • સૌની યોજના માટે 1710 કરોડની જોગવાઈ
  • 2022 સુધી તમામ ઘરોને નળથી જોડાશે, ગ્રામ્ય વિસ્તારના હજી પણ 22 ટકા ઘરમાં નળ નહીં
  • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લા જેલમાં મીની આંગણવાડી બનાવવાની જાહેરાત
  • આગંણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ફલેવર્ડ મિલ્ક પૂરૂ પાડવા બજેટમાં 342 કરોડની જોગવાઈ
  • 5 લાખ વિધવા બહેનોને 500 કરોડ સહાય
  • દરિયાનું પાણી પીવા લાયક બનાવવા 1080 કરોડની ફાળવણી
  • ગાંધીનગર શહેરમાં 24 કલાક પાણી માટે 240 કરોડની યોજનાનું આયોજન
  • મધ્યમ વર્ગ માટે દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 કિલો તૂવેર દાળ અપાશે જેનો 66 લાખ લોકોને મળશે લાભ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11,243 કરોડ રૂપિયાની જોગવાઈ
  • રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 753 કરોડની બજેટમાં જોગવાઈ
  • 108 સેવાને વધુ સુદ્રઢ કરવા 150 નવી એમ્બ્યુલન્સ ખરીદવા 27 કરોડની જોગવાઈ
  • સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી અંતર્ગત અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓ માટે રૂ.20 કરોડની જોગવાઈ .
  • આયુષ્યમાન ભારત યોજના માટે 450 કરોડની જોગવાઈ
  • સશક્ત મહિલા સુપોષિત ગુજરાત માટે 2000 કરોડની જોગવાઈ
  • 140 નવા સબ સ્ટેશન બનાવશે, એક લાખ ખેડૂતો ને વીજ જોડાણ આપવા રૂ 1489 કરોડ
  • નવા 85 હજાર ઘર બનાવવા 300 કરોડની જોગવાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે રૂ. 387 કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી 27 લાખ મુજબ 500આંગણવાડી કે બાંધકામ માટે રૂ.35 કરોડ .
  • બેટી બચાવો બેટી ભણાવો માટે 50 કરોડ ફાળવ્યા
  • ધોરણ 1 થી 8ના આશરે 43 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના માટે રૂ.980 કરોડની જોગવાઈ
  • 1.60 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવા રૂ 80 કરોડની જોગવાઈ
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે રૂ 500 કરોડ
  • પાલક માતા-પિતા યોજના અંતર્ગત 18200 લાભાર્થીઓ માટે 50 કરોડની જોગવાઈ
  • નવા ઘર સાથે શૌચાલય બનાવવા સરકાર 8 હજાર રૂપિયાની સહાય
  • 140 નવા સબ સ્ટેશન બનાવશે, એક લાખ ખેડૂતો ને વીજ જોડાણ આપવા રૂ 1489 કરોડ
  • પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂ.9091 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા બજેટમાં દિનકર યોજનાની જાહેરાત. આશરે એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા 1489 કરોડની જોગવાઈ. ખેડૂતોને સબસિડાઈઝ્ડ દરે વીજ પુરવઠો આપવા 7385 કરોડની જોગવાઈ
  • ફાયર સ્ટેશનો ખાતે આધુનિક સાધનો વસાવવા રૂ. 106 કરોડની જોગવાઈ .
  • મુખ્યમંત્રી ગ્રામ્ય સ્વનિર્ભર યોજનાની જાહેરાત. આ યોજના હેઠળ સ્વ – સહાય જૂથોની બહેનોને અનાજ અને મસાલા દળવાની ઘંટી ખરીદવા માટે સહાય આપવામાં આવશે . જે માટે રૂ.7 કરોડની જોગવાઈ
  • સરકાર 3600 કરોડના ખર્ચે 11,200 કિમી રસ્તાઓનું રિસરફેસિંગ
  • માનવ ગરિમા યોજના હેઠળ 12,000 લાભાર્થીઓને સ્વરોજગારીનો લાભ આપવા રૂ.15 કરોડની જોગવાઈ
  • નવા સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવા માટે ૧૦ કરોડની જોગવાઈ
  • દિવ્યાંગોને સ્વરોજગારીના સાધનો માટે રૂ.20,000ની મર્યાદામાં સહાય અપાશે
  • 1 લાખ એપ્રેન્ટિસોની ભરતી માટે 92 કરોડની જોગવાઈ
  • 70 હજાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા 50 કરોડની જોગવાઈ
  • મહિલા બાંધકામ શ્રમિકોને પ્રેગનેન્સીના છેલ્લા બે મહિના અને પ્રસુતિના બે મહિના બાદ એમ કુલ ચાર માસ સુધી દર મહિને 5000ની સહાય અપાશે
  • અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બાંધકામ શ્રમિકોને બસમાં મુસાફરી કરવા સરકાર સહાય આપશે, રૂ. 50 કરોડ ફાળવ્યા
  • ગુજરાત યુનિવર્સિટી ખાતે D R DO સાથે MoU કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે રૂ.7 કરોડની જોગવાઈ
  • અમરેલીમાં આંબરડી લાયન સફારી પાર્ક માટે રૂ 5 કરોડ. નડા બેટના પ્રવાસન ને વેગ આપવા રૂ 35 કરોડ. બાલાસિનોર ડાયનોસર પાર્ક માટે રૂ 10 કરોડ. શુક્લતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર મેગા સર્કિટ માટે રૂ. 23 કરોડ કેન્દ્ર સરકારે ફાળવ્યા, રાજ્ય સરકારે રૂ 5 કરોડ ફાળવ્યા.
  • પોળો ફોરેસ્ટના વિકાસ માટે રૂ 5 કરોડ. વેળાવદર કાળિયાર અભ્યારણ્ય માટે રૂ 3 કરોડ. જૂનાગઢ ઉપરકોટ, ધોળાવીરા, માતાના મઢ ના વિકાસ માટે રૂ 20 કરોડ. વડનગરને હેરિટેજ શહેર તરીકે વિકસાવવા રૂ 200 કરોડ. શિવરાજપુર બીચના વિકાસ માટે રૂ 150 કરોડના કામ.
  • નવા 85 હજાર આવાસોના નિર્માણ માટે રૂ.1100 કરોડની જોગવાઈ
  • ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂ. 13917 કરોડની જોગવાઈ
  • મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના માટે રૂ.490 કરોડની જોગવાઈ
  • ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે રૂ.100 કરોડની જોગવાઈ

કયા મુદ્દાઓ પર નીતિન પટેલ બોલ્યા,

  • 24 કલાક વીજળી, સિંચાઈ, સિંચાઈની સુવિધા, શાળા કોલેજ આપ્યા છે
  • હું કવિ નથી તેમ છતાં કવિતા રજૂ કરું છું. આ કવિતા અમારા નાણાવિભાગના અધિકારીઓ સાથે તૈયાર કરી છે. 'કામ કરતાં આવ્યા છીએ, કામ કરતાં રહીશું, ધન્ય ધરા ગુજરાતની અમે ચૂમતાં રહીશું. ઋણી છીએ ઋણ ચૂકવતાં રહીશું.
  • કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ એક વર્ષમાં ખેડૂતોને 3816 કરોડ રૂપિયા આપ્યા
  • ખેડૂતો માટે 3795 કરોડ રૂપિયાનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું
  • આખા ગુજરાતમાંથી ચેકપોસ્ટની નાબૂદી કરી.
  • કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની પડખે છે અને સદાય રહેશે. દેશના કુલ મૂડી રોકાણના 51 ટકા એમઓયુ ગુજરાતને પ્રાપ્ત થયા છે
  • 40 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.પ્રતિદિન 15 હજાર લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા મૈયાના દર્શન કરે છે. આગ્રાના તાજમહેલ અને ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા વધારે.
  • ગિફ્ટ સિટીમાં સોનાની લે વેચ કરવા માટે બુલિયન એક્સચેન્જ શરૂ કરવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી.

બીજી તરફ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં વિવિધ મુદ્દે સરકારને ઘેરવા માટે વ્યૂહરચના કરતી એક બેઠક વિરોધપક્ષના નેતા પરેશ ધાનામીની કેબીનમાં મળી હતી. આ અંગે અમિત ચાવડાએ કહ્યું કે, ટ્રમ્પની ગુજરાત મુલાકાતનો મુદ્દો કોંગ્રેસ ગૃહમાં ઉઠાવશે અને કાર્યક્રમના ખર્ચનો હિસાબ માગશે. 100 કરોડથી ગુજરાતને કેટલો ફાયદો થયો તે અંગે પ્રશ્ન પુછીશું. ઉલ્લેખનીય છે કે, સત્ર દરમિયાન 10 જેટલા વિધેયક રજૂ થશે. ગુજરાત સરકારે વર્ષ 2019-20માં કુલ રૂ. 2.04 લાખ કરોડના કદનું બજેટ રજૂ કર્યું હતું.