મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ કોરોના સંક્રમણમાં અરવલ્લી જીલ્લામાં ચાલતા શૈક્ષણનીક કાર્યની સમીક્ષા કરવા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ્લ જલુ અને રાજ્ય શીક્ષણ બોર્ડના સચિવ મેહુલ વ્યાસ ગુરુવારે આવી પહોંચ્યા હતા અને જીલ્લા પ્રાથમીક શિક્ષણકાર્યથી પ્રભાવીત થયા હતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ નેટવર્કના અભાવે શિક્ષણથી વંચીત ન રહે તે માટે શરૂ કરાયેલી શેરી શાળા અને શીક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે ઘેર પહોંચી અભ્યાસ અંગે આપેલ માર્ગદર્શનની સરાહના કરી હતી રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ્લ જલુ અને સચીવ મેહુલ વ્યાસે જીલ્લા શિક્ષણાધિકારી સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ભગવાન શામળીયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શામળાજી મંદિરના ટ્રસ્ટીઓએ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા

અરવલ્લી જિલ્લાની મુલાકાતે રાજ્ય પરીક્ષા બોર્ડ નાં ચેરમેન પ્રફુલ્લ જલુ રાજ્ય શિક્ષણ બોર્ડ નાં સચિવ મેહુલ વ્યાસ એ અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે મુલાકાત લીધી હતી. રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ્લ જલુએ  ધોરણ૮ ના સરકારી તથા ગ્રાન્ટેડ નેશનલ મીક્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અંગે જણાવ્યું હતું કે, હાલ કોરોના સંક્રમણના લીધે શાળાઓ બંધ હોવાથી વિધાર્થી શાળા સુધી આવતો નથી.ટેકનોલોજીનાં માધ્યમથી વિદ્યાર્થીઓ  ભણાવવા માં આવે છે. ધોરણ ૬.૭.૮ ના વિશેષ શિક્ષણ માં દોઢ લાખ ઉપરાંતનું વિદ્યાર્થીઓનું એનએમએમએસ પરીક્ષા માટે રજીસ્ટ્રેશન થયું છે. શિક્ષણ વિભાગ,સવૅ શિક્ષણ અને જી.બી એસ ના માધ્યમથી આ એમ એમ એસના વિધાર્થીઓની બોધધીક ક્ષમતા નો વધારો થાય તે હેતુથી સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે કોમ્પીટીશન એકઝામ માટે સારું વાતાવરણ ઉભું થાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે.