મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર આજે પેટા ચૂંટણી હતી જેમાં આજે સવારે મતદાન શરૂં થયું હતું જે સાંજ સુધી ચાલ્યું હતું. આજે થયેલા મતદાનનું પરિણામ પણ આજે જ સાંજે 5 વાગતાં જાહેર થવાનું હતું. જોકે તેમાં કોંગ્રેસ દ્વારા વાંધા અરજી કરવામાં આવતા પરિણામ જાહેર થવામાં સમય ખેંચાયો હતો.

જોકે ચૂંટણીપંચ દ્વારા કોંગ્રેસની અરજીને ફગાવી દીધી હતી જે પછી મતગમતરી યોજાઈ હતી. પરિણામ જ્યારે આવ્યું ત્યારે ભાજપના બંને ઉમેદવારો એટલે કે વિદેશ મંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોર અનુક્રમે 104 અને 105 મત મેળવી જીત્યા હતા.

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું જોકે તેમાં કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાએ વાંધા અરજી નાખી હતી.

જોકે બીજી તરફ ભાજપને નીચું નાખવાનું ત્યાં થયું જ્યાં ખુદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ક્રોસ વોટિંગ શિખવનાર જ ભાજપના પોતાના મંત્રી આર સી ફળતુ કેવી રીતે મત આપવો તે શિખવાડવાનું જ ભુલી ગયા અને મત ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ દરમિયાન એસ જયશંકરને આપવામાં આવેલો આર સી ફળદુનો મત ગેરલાયક રહ્યો હતો અને અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, એનસીપીના કાંધલ જાડેજા અને બીટીપીના પણ બે ધારાસભ્યો સાથે કુલ 5 મત ભાજપને મળ્યા હતા. ભાજપ પાસે કુલ 100 મતો હતા જેમાં આ પાંચ ઉમેરાયા પરંતુ જ્યારે આર સી ફળદુનો મત રદ્દ થયો હતો જેથી તેમને 104 મત મળ્યા હતા. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રીકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને 70-70 મત મળ્યા જેથી તેમનો પરાજય થયો હતો.

અલ્પેશ ઠાકોર મતદાન પછી ભાજપના દંડક પંકજ દેસાઈને મળ્યા હતા જે સંદર્ભે જ્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો તો જીતુ વાઘાણીએ તેના જવાબમાં કહ્યું હતું કે દંડકને તો બધા જોડે સબંધો હોય, જો અલ્પેશ ઠાકોર સસ્પેન્ડ થયાનો કોંગ્રેસ દાવો કરતું હોય તો તેમને જ પુછો કે વીહીપ કેમ આપ્યું.